Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

લૂંટના ગુનામાં ઝડપાયેલ આરોપીઓનો જામીન પર છૂટકારો

રાજકોટ, તા. ૨૧ : લૂંટના ગુનામાં ઝડપાયેલ આરોપીઓએ જામીન પર છૂટવા અરજી ૪કરતા સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.

રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી બેન્કોમાં રોકડ રકમ ઉપાડવા માટે આવતી વ્યકિતઓ પર નજર રાખી અને  રકમ ઉપાડતી વ્યકિતઓનો મોટર સાયકલમાં હેલ્મેટ પહેરી ડબલ સવારીમાં પાછળ જઈ અને મોકો મળતાની સાથે રોકડ રકમની લૂંટ ચલાવી અને ધાર્મિક સ્થળોએ છુપાઈ રહેલી મોડન્સ ઓપરેન્ડી ધરાવતી ભાટુ ગેંગનો રાજકોટ શહેરના ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા ગત તા.૧૬-૧૦-૨૦૧૯ના રોજ ધરપકડ કરી અને પૂછપરછ કરતા રાજકોટ સહિત ગુજરાતના તેમજ ગુજરાત બહારના ૨૩ જેવા ગુન્હાઓ આ ગેંગ દ્વારા આ જ રીતની મોડન્સ ઓપરેન્ડી દ્વારા આચરવામાં આવેલાની હકીકત બહાર આવેલ હતી. પોલીસ દ્વારા ભાટુ ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજૂ કરતા તેઓને તે દિવસથી જેલહવાલે કરવામાં આવેલ. જેને નામ સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી કરતા આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

રાજકોટ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ગત તા.૮-૧૦-૨૦૧૯ના રોજ આઈ.પી.સી. કલમ ૩૭૯ (એ)૩, ૩૫૬ તથા ૧૫૬ મુજબની ફરીયાદ નોંધાવેલ હતી. જે ફરીયાદની તપાસ દરમિયાન રાજકોટ શહેરના ક્રાઈમ બ્રાંચને બાતમી મળતા ચોક્કસ જગ્યાએ જઈ ભાટુ ગેંગના (૧) અમિત પ્રદિપભાઈ ભાટુ (૨) અખિલેશ સુખરામ ભાટુ (૩) શ્રવણકુમાર ભાટુ (૪) જીતેન્દ્ર ભાટુ (૫) રાજેશ્વર પ્રસાદ ભાટુની ધરપકડ કરવામાં આવેલ અને પ્ર.નગર પોલીસ સ્ટેશનનો ઉપરોકત ગુન્હો ઉકેલાઈ જતા ક્રાઈમ બ્રાંચે ઉપરોકત આરોપીઓની કસ્ટડી પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ હતી અને ત્યારબાદ ઉપરોકત આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરતા તે જ દિવસથી તેઓને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો. ત્યારબાદ આરોપીઓએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી રાજકોટની સેશન્સ કોર્ટમાં કરેલ હતી જે અન્વયે રાજકોટની નામદાર સેશન્સ કોર્ટમાં આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજૂઆતો તેમજ વડી અદાલતના રજૂ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઈ રાજકોટની નામદાર સેશન્સ કોર્ટના આ કામના આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી યુવા એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા રોકાયેલા હતા.

(3:21 pm IST)