Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા શનિવારે તેજસ્વી છાત્રોને પારિતોષિક

એક જ દિકરી હોય તેવા ૨૧ વાલીઓનું સન્માન : બહેનોને સંચાનું વિતરણ

રાજકોટ, તા. ૨૧ : અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠન દ્વારા બ્રહ્મરત્નોનું પારિતોષિક સન્માન સમારોહ તા.૨૩ના શનિવારના રોજ બપોરના ૩ થી ૭ સુધી શ્રી અરવિંદભાઈ મણીયાર હોલ, જ્યુબેલી ગાર્ડન, રાજકોટ ખાતે રાખેલ છે.

આ પ્રસંગે 'નારી તુ નારાયણી' જેમને એક જ દિકરી હોય એવા કુલ ૨૧ વાલીઓનું સન્માન કરવામાં આવશે. તેમજ જેમણે ૫૧ બટુકોની જનોઈમાં જેમણે અમને મદદ કરેલ છે તેવા ભામાશાઓનું સન્માન તથા ૧૩૭ વિદ્યાર્થીઓને પારિતોષીક આપી સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ત્રણ જરૂરીયાતમંદ બહેનોને સીવવાના સંચાનું વિતરણ કરાશે.

ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય બ્રાહ્મણ સેવા સંગઠનમાં કાયમી ધોરણે મેમ્બર બનવા ઈચ્છુકો માટે સભ્ય  ફી રૂ.૨૦૧ રાખેલ છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સર્વશ્રી જે.ડી. ઉપાધ્યાય, અનિલભાઈ ત્રિવેદી, દિનેશભાઈ ત્રિવેદી, નિલેશભાઈ ભટ્ટ, જયેશભાઈ જાની, જેન્તીભાઈ ત્રિવેદી, ડો.પુલકિતભાઈ બક્ષી, રાહુલભાઈ ક્ષેત્રિય, જયેશભાઇ જોષી, જયેશભાઈ દેસાઈ, અંકિતભાઈ ઉપાધ્યાય, લલીતભાઈ ઉપાધ્યાય, રાજેશભાઈ શુકલ, આદિત્યભાઈ ત્રિવેદી, કેતનભાઈ ત્રિવેદી, જયંતિભાઈ ત્રિવેદી, પ્રબોધભાઈ બક્ષી, જયેશભાઈ જાની, મુકુંદરાય જાની, રચીનભાઈ રાવલ, ધ્રુવભાઈ કુંડલ, કૌશિકભાઈ ત્રિવેદી, બીપીનભાઈ ભટ્ટ, ધીરૂભાઈ ભટ્ટ, ભરતભાઈ પંડ્યા, વિજયભાઈ ત્રિવેદી, બીપીનભાઈ ભટ્ટ, ધીરૂભાઈ ભટ્ટ, ભરતભાઈ પંડ્યા, વિજયભાઈ ત્રિવેદી, મુકેશભાઈ શુકલ, જયેશભાઈ મહેતા તેમજ શ્રીમતી માધવીબેન ઉપાધ્યાય, શિતલબેન ત્રિવેદી, બીનાબેન શુકલ, પૂર્ણાબેન ત્રિવેદી, નમ્રતાબેન ત્રિવેદી, હેમાલીબેન રાવલ, કૃપાબેન ત્રિવેદી, વિશ્વાબેન ત્રિવેદી, સુમનબેન ભટ્ટ, સાધનાબેન બક્ષી, અનીતાબેન શુકલ, માધવીબેન ઉપાધ્યાય, ચંદ્રિકાબેન ભટ્ટ, જનકબેન ભટ્ટ, કાશ્મીરાબેન દેસાઈ, ચંદ્રિકાબેન જાની, જયશ્રીબેન ક્ષત્રિય, પલ્લવીબેન દવે વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગતો માટે મો.૯૮૨૪૯ ૧૩૧૮૬ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં બ્રહ્મસમાજના આગેવાનો સર્વશ્રી જે.ડી. ઉપાધ્યાય, લલીતભાઈ કે. ઉપાધ્યાય, રાજેશભાઈ જે. શુકલ, જયેશભાઈ આર. મહેતા, ડો.પુલકીત પી. બક્ષી, પ્રબોધભાઈ આર. બક્ષી અને અનિલભાઈ ત્રિવેદી નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(1:02 pm IST)