Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. ના શ્રીમુખેથી ૯ ડિસેમ્બરે ર-ર દિકરીઓ ગ્રહણ કરશે દીક્ષામંત્ર

મહોત્સવનો ૩ ડિસેમ્બરથી પ્રારંભઃ દિકરી વ્હાલનો દરિયો, કોળીયા વિધી, સાંજી સહિતના કાર્યક્રમોઃ ૮ ડિસેમ્બરે વિદાય મહોત્સવમાં વિજયભાઇની ઉપસ્થિતિ : શનિવારે દિક્ષા મહોત્સવ પ્રસંગે સંયમ અનુમોદના બાઇક રેલી

રાજકોટ તા. ૨૧ :  ધર્મનગરી રાજકોટમાં૧૭-૧૭ વર્ષ પછી ચાતુર્માસ અર્થે પધારેલા દીક્ષાદાનેશ્વરી રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની અંતરસ્પર્શી જ્ઞાનવાણી, એમની પ્રભાવકતાઅને શાસન પ્રત્યેના પ્રેમે માત્ર રાજકોટના જ નહી, સમસ્ત સોૈરાષ્ટ્ર અને ગુજરાતના ભાવિકોને ધર્મ પ્રત્યેના ભાવ, ભકિત અને શ્રદ્ધાના રંગે રંગી દીધા છે અને સાથે સાથે એકના સ્નેહજળથી અનેક અનેક આત્માઓને શુદ્ધ વિશુદ્ધ કરી રહ્યાં છે.એમના વૈરાગ્યથી અનેક આત્માઓ વૈરાગી બનવા પ્રેરિત થઇ  રહ્યા છે. માત્ર ૨૭ વર્ષની દીક્ષા પર્યાયમાં ૩૩-૩૩ આત્માઓને દીક્ષાના દાન આપી પ્રભુ પથગામી બનાવ્યા બાદ જયારે રાજકોટની ર દીકરીઓ તેમના પરમ શરણમાં દીક્ષા લેવા થનગની રહી છે, ત્યારે રાજકોટના શ્રી સંઘો, ધર્મપ્રેમી, ભાવિકો, જૈન જૈનેતર સર્વ ભાવિકોનો ઉત્સાહ આસમાનનેઆંબી રહ્યો છે.

રાજકોટની દીકરીઓની રાજકોટમાં  દીક્ષા માણવા તથા વૈરાગ્યભાવોથીવાસિત થવા માટે રાજકોટ વાસીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે અ ેછે ૯ ડિસેમ્બરના યોજાનારશ્રી સમસ્ત રાજકોટ સ્થાનકવાસીજૈન સંઘોના આંગણે શ્રી મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે, ગુજરાતરત્ન પૂજય શ્રી સુશાંતમૂનિ મ.સા., દીક્ષાપ્રદાતા રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમૂનિ મ.સા., આદિ ૬ સંતો તથા સંપ્રદાય વરિષ્ઠા પૂજય શ્રી ગુલાબબાઇ મ., આદર્શયોગિની પૂજય શ્રી પ્રભાબાઇ મ. આદિ ૬૯ મહાસતીજીવૃંદના સાનિધ્યે યોજાનાર મુમુક્ષુઓશ્રી ઉપાસનાબેન સંજયભાઇ શેઠ અને શ્રી આરાધનાબેન મનોજભાઇ ડેલીવાળાના શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ અવસર ડિસેમ્બરમાં યોજાનાર.

 દિક્ષા મહોત્સવ પ્રસંગે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પૂ. નમ્રમુનિ મ.સા.એ પત્રકારોને માહિતી આપતા જણાવેલ કે રાજકોટના પ્રેસના મિત્રો સાથે આત્મીયતા છે. જેના હ્રદયમાં સત્યનો પ્રગટ થાય તે સંયમ સ્વીકારે.  સાધુ સ્વ કલ્યાણ કરે છે પણ સાથે-સાથે અનેકનું કલ્યાણ પણ કરે છે. સંસ્કાર, વિચાર, શુધ્ધી સંતોનું મુખ્ય કાર્યો ભારતમાં સાધુ સમાજ ખુબ જ છે. રાજકોટના આંગણે વર્ષો પછી બે મુમુક્ષુઓનો દીક્ષા મહોત્સવ આવ્યો છે. સમાજમાં કયારે કોઇને કોઇ ન મળે હોય તે હોવા છતાં સંતપંથે ચાલે અને શૈક્ષણિક રીતે સક્ષમ થયા પછી સંયમ માર્ગે નીકળવું તે એક સિધ્ધી છે આ દિક્ષા મહોત્સવની. સમજદાર લોકો જ સંયમ માર્ગ સ્વીકારે છે. સમજ પ્રગટ થાય છે ત્યારે સંયમ એની મેળે થઇ જાય છે. મુમુક્ષુ ગુરૂ પાસેથી દિક્ષા નથી લેતા પણ અંદરથી પ્રગટેલા સત્યથી દિક્ષા લે છે. ગુરૂને સહાયક મનાય છે જે ભાવ પ્રગટાવે છે.

મુમુક્ષુ આરાધનાબેને જણાવેલ કે હું જેની સાથે રહેતી હતી તે ટેમ્પરરી છે તે ગુરૂદેવે સમજાવેલ A-આત્મા, B-બોડી, C-કમ્બાઇન્ડ ગુરૂદેવે આત્મા અંગે સમજાવ્યુ કે તે તારા માટે શું કર્યુ. ત્યારબાદ મને દીક્ષાના ભાવ પ્રગટ થયા હતા.

બીજા દીક્ષાર્થી ઉપાસ્નાબેને જણાવેલ કે આત્મ કલ્યાણ માટે જ દિક્ષા. મોક્ષનું શું થશે તે ગુરૂભગવંતો અને પૂ.પ્રભુજી નકકી કરશે.

આરાધનાબેનના માતા પૂનમબેને જણાવેલ કે દરેક માતા સંતાનનું હિત ઇચ્છે છે. જિન શાસનમાં જઇ પોતાના આત્મા સાથે અનેકને તારશે. ડોકટર અન્જીનીયર એક ભવ પુરતુ હોય. જો તેના ભવે-ભવ સુધરે તે માટે અનુમતી આપેલ જયારે પિતા મનોજભાઇએ થોડા સમયમાં ગુરૂભગવંતોનો માર્ગ ઉપર ચાલી નીકળવાનું છે એવુ જણાવતા હર્ષ-હર્ષના નાદ ગુંજી ઉઠયા હતા.

દીક્ષા મહોત્સવના જોરશોરથી પડધમ લાગી રહ્યા છે ત્યારે દીક્ષાર્થીઓના સંયમ ભાવોની અનુમોદના કરવા માટેે તા.૨૫ ને રવિવારે ધર્મવત્સલ જીતુભાઇ બેનાણીના નિવાસસ્થાન એટલાન્ટિસ એપાર્ટમેન્ટ, સિલ્વર સોસાયટી, કરણ પાર્કથી મુમુક્ષુઓની ભવ્ય દિવ્ય સંયમ શોભાયાત્રા ૧૫૦ ફીટ રીંગ રોડ, નાલન્દા સોસાયટી, કાલાવડ રોડ પર સંયમ ભાવોને પ્રસરાવતી ડુંગર દરબાર પહોંચશે, જયાં ગોંડલ સંપ્રદાયનાં ઉપકારી દિવગંત આચાર્ય ભગવંતોને વંદના કરીને તેઓના આશીર્વાદની યાચના સાથે દીક્ષા મહોત્સવનો શુભારંભ થશે.

ન માત્ર જૈન સમાજ, ન માત્ર અન્ય સંસ્થાઓ, પરંતુ ભૌતિક ક્ષેત્રે વિકાસ કરનારા વિદ્યાર્થીઓમાંથી આત્મિક ક્ષેત્રે ઝળહળતી પ્રગતિ કરનારા આ બન્ને મુમુક્ષુઓ માટે ગર્વ અનુભવનારી જે શાળાઓમાં મુમુક્ષઓએ શૈક્ષણિક અભ્યાસ કર્યો છે, તેવી ધોળકિયા સ્કૂલ, ચાણકય સ્કુલ તથા SNKસ્કૂલમાં વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તા. ૧ ડિસેમ્બરના રોજ શનિવારે સવારે ૯ કલાકે ડુગર દરબારમાં દીક્ષાર્થીઓનું સન્માન અને બહુમાન કરશે.

તા. ૨-૧૨ને રવિવારે પ્રભુ પંથે જનાર મુમુક્ષુઓની 'વિરતી વિજય શોભાયાત્રા' સવારે ૭:૩૦ કલાકે મનોજભાઇ ડેલીવાલાના નિવાસસ્થાન કિષ્ણાનગરી એપાર્ટમેન્ટ, ૧૭, કરણપરા, રાજકોટથી પ્રારંભ થઇ શ્રી અજરામર ઉપાશ્રય, કેનાલરોડ, ભૂતખાના ચોક, મંગળા મેઇન રોડ, એસ્ટ્રોન ચોક, અમીનમાર્ગ, થઇ ડુગર દરબાર પહોંચશે. જયાં રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના શ્રીમુખેથી સંયમ પ્રેરક મનનીય પ્રવચન ૯: કલાકે અને બપોરે ૩:૦૦ કલાકે લુક અને લર્નના નાના બાળકો બાળ દીક્ષા કાર્યક્રમમાં દીક્ષાને અનુરૂપ નૃત્ય, નાટિકા, ટોક શો રજુ કરશે.

તા. ૩-૧૨ ના દિવસે દીક્ષાર્થીઓની દીક્ષા પછી તેઓ જે માતાના ખોળે રમવાનાં છે. તે દર્શાવતાં 'સંયમ મા ને ખોળે'  કાર્યક્રમમાં સંયમીઓની  દીક્ષા પછીની શિક્ષાની પ્રસ્તૃતિ થશે. તા.૪-૧૨ સવારે કલાકે વિવિધ પ્રકારની દ્રષ્ટિથી સંસારની અસારતા બતાવતા કાર્યક્રમ ' હુ હતો હું હોઇશ' રજૂ થશે, તો તા.૫-૧૨નાં દિવસે સંયમ વંદનાવલી તેમજ બ્રહ્મદીક્ષાનાં કાર્યક્રમમાં સંસારમાં રહીને પણ અનેક ભાવિકો ભાવ સાધુત્વનાં અનુભવ સ્વરૂપ આજીવન બ્રહ્મચર્ય વ્રત ગ્રહણ કરશે.

તા.૬-૧૨ને ગુરૂવારે મુમુક્ષ શ્રી ઉપાસનાબેનનાં નિવાસસ્થાન ધર્માલય, ૪-૬, સૌરાષ્ટ્ર કલાકેન્દ્રથી ભાવ્યાતિવ્ય પ્રવ્રજયા શોભાયાત્રા પ્રારંભ થઇને કાલાવાડ રોડને ગજાવતી ડુંગર દરબાર પહોંચશે અને જગત આખુ જયારે પ્રરિગ્રહની પાછળ દોડે છે. ત્યારે પરિગ્રહનો ત્યાગ કરી સંયમ પંથે દોટ મુકી રહેલા મુમુક્ષુઓનાં ત્યાગને વધાવવા માટે ડુંગર દરબારમાં ૯:૦૦ કલાકે પરિગ્રહ ત્યાગ તુલા વિધિ યોજાશે.

વૈરાગ્ય માર્ગે પ્રયાણ કરી રહેલી બહેનો  પાસે ભાઇઓ છેલ્લી વાર રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન ઉજવશે. તા.૭-૧૨ને શુક્રવારે. સાથે સાથે  અશ્વિનભાઇ જોષી રજૂ કરશે દીકરી વ્હાલનો દરિયો કાર્યક્રમ.

તા. ૮-૧૨  મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમા  શનિવારે સંસારને જ વિદાય આપી રહેલા મુમુ્ક્ષુઓને પરિવારજનો રડતી આંખે અને અંતરના આશીર્વાદ સાથે સંસારમાંથી વિદાય સમારોહ તથા માતૃ પિતૃ વંદના અવસર યોજાશે.

વિશેષમાંતા. ૩ થી ૮ ડિસેેમ્બર, દરરોજ બપોરે ૩ કલાકે ડુંગર દરબારમાં દીક્ષાર્થીઓના સયમભાવોની અનુમોદના સોૈરાષ્ટ્રના વિવિધ મહિલા મંડળના બહેનો તેમજ  પ્રસિદ્ધ કલાકારો દ્વારા  સાંજીના સુરોથી થશે. તા.૭ ડિસેમ્બર બપોરે ૩.૩૦ કલાકે દીક્ષાર્થી છાબ દર્શન તથા તા. ૮ ડિસેમ્બરે બપોરે ૩.૩૦ કલાકે પરિવારજનો મુમુક્ષુ બહેનોને અંતિમવાર પોતાના હાથે જમાડીને કોળિયા વિધી કરશે.

તા. ૯.૧૨ ને રવિવારે એટલે દિક્ષાર્થીઓની આતુરતાનો અંત,આત્મનાના અનાદિકાળના ભવમ્રમણનો અંત, એટલેે કે મુમુક્ષુઓનો શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ સંસારને વિદાયઆપી સંયમીના શ્વેત વસ્ત્રો, મસ્તકે મુંડન, કરેમિ ભંતેના ઉચ્ચારણ સાથે દીક્ષામંત્ર સ્વીકાર અને કર્મોની રજને હરનાર રજોહરણ ગ્રહણ કરવાની ક્ષણ ન માત્ર સંયમ ગ્રહણ કરનાર સદ્ભાગી બનશે. પરંતુ આ દ્રશ્ય નિહાળનારા હજારો હજારો ભાવિકો ધન્યાતિધન્ય બનશે.

તા. ૨૫ થી ૮.૧૨ સવારે ૯ કલાકે રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રીના શ્રીમુખેથી સંયમ પ્રેેરક મનનીય પ્રવચનો અને કાર્યક્રમો ડુંગર દરબાર,અમીન રોડ, જંકશન, જેડ બ્લુની સામે તથા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવ ''સંયમ સમવસરણ'' રેસકોર્ર્સ ગ્રાઉન્ડ, રાજકોટની પાવનભૂમિ પર યોજાશે.

શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના આ અવસરે રાજકોમાં બિરાજમાન ગોંડલ સંપ્રદાયના જશ-ઉતમ-પ્રાણ પરિવારના સાધ્વીરત્નાઓ, સંઘાણી સંપ્રદાય, અજરામર સંપ્રદાય, શ્રમણ સંઘ લીંબડી, ગોપાલ સંપ્રદાયના સાધ્વીરત્નાઓ મુમુક્ષુઓને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેશે. સંયમ અનુમોદના કરીનેધન્યભાગી બનવા માટે શ્રીસંઘ સર્વેને આમંત્રણ પાઠવ્યું છે

પત્રકાર પરિષદનું સંચાલન ડોલરભાઇ કોઠારી, સ્વાગત ચંદ્રકાંતભાઇ શેઠ અને આભાર વિધી મહાવીરનગરના મૂળવંતભાઇ સંઘાણીએ કરેલ. મુમુક્ષુઓનો પરિચય મનોજભાઇ ડેલીવાળાએ આપેલ.(તસ્વીરઃસંદીપ બગથરીયા)

દીક્ષા અંગીકાર કરનાર બે દીક્ષાર્થીઓનો પરિચય

ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી ગુરૂ પ્રાણ પરિવારના તપસમ્રાટ પૂજય ગુરૂદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબના કૃપાપાત્ર સુશિષ્ય રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણા પામી બે મુમક્ષુ આત્માઓ દીક્ષા અંગીકાર કરનાર છે.

નામ  શ્રી ઉપાસનાબેન સંજયભાઇ શેઠ

વય   ૨૪ વર્ષ

પિતા  શ્રી સંજયભાઇ કાંતિભાઇ શેઠ

માતા  શ્રી હેતલબેન સંજયભાઇ શેઠ

બહેન શ્રી કિંજલબેન સંજયભાઇ શેઠ

જ્ઞાતિ  સ્થાનકવાસી જૈન

અભ્યાસ        B.Com

ધાર્મિક અભ્યાસ  - સામાયિક, પ્રતિક્રમણ, દશવૈકાલિક સૂત્ર,  પુચ્છિંસુણ, થોકડા

મૂળ વતન      પાટણવાવ

હાલ   રાજકોટ

નામ   શ્રી આરાધનાબેન મનોજભાઇ ડેલીવાળા

વય    ૧૭ વર્ષ

પિતા  શ્રી મનોજભાઇ રમણીકલાલ ડેલીવાળા

માતા  શ્રી પુનમભાઇ મનોજભાઇ ડેલીવાળા

બહેન  શ્રી વિરતીબેન મનોજભાઇ ડેલીવાળા

જ્ઞાતિ  સ્થાનકવાસી જૈન

અભ્યાસ        S.S.C

ધાર્મિક અભ્યાસ  - સામાયિક, પ્રતિક્રમણ,

દશવૈકાલિક સૂત્ર,  પુચ્છિંસુણ, થોકડા

મૂળ વતન      ગઢડા

હાલ    રાજકોટ

(4:06 pm IST)