Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

બ્રહ્મ યુવક યુવતીઓ માટે ડીસેમ્બરમાં હાઇટેક પરિચય સંમેલનઃ જોરશોરથી તૈયારી

રાજકોટ તા. ર૧: ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજોપયોગી પ્રવૃત્તિઓના ભાગરૂપે બ્રહ્મ સમાજના યુવક-યુવતીઓ માટે હાઇટેક પરિચય સંમેલનનું આયોજન હાથ ધરાયું છે. આગામી ૩૦મી ડીસેમ્બરને રવિવારના રાજકોટના ૮૦ ફૂટ પર આવેલી પી એન્ડ ટી વી શેઠ હાઇસ્કૂલ ખાતે યોજાનાર ૯માં પરિચય સંમેલનની માહિતી આપતા પ્રમુખ મધુકરભાઇ એસ. ખીરા, કન્વીનર કિરીટભાઇ ડી. ત્રિવેદી, પ્રમુખ-ટ્રસ્ટી-પ્રવિણભાઇ જોશી, મેનેજીંગ ટ્રસ્ટી-પંકજભાઇ રાવલ, જનરલ સેક્રેટરી-જનાર્દનભાઇ આચાર્ય, કોષાધ્યક્ષ-જે. પી. ત્રિવેદીએ જણાવ્યું છે કે, આ હાઇટેક પરિચય સંમેલનમાં કોઇ સ્ટેજ શો નહિં હોવાથી તેમજ ઉમેદવારે સ્ટુડિયો રૂમમાં પોતાનો સ્વમુખે પરિચય આપવાનો હોવાથી કોઇ સંકોચ રહેતો ન હોય યુવક-યુવતીઓ ભારે હળવાશ અનુભવતા હોય છે.

આચાર્યશ્રી ઘનશ્યામજી મહારાજની પ્રેરણાથી નહિ નફો કે નહિં નુકશાનના હેતુથી યોજાનાર આ કાર્યક્રમમાં આ વખતે સૌરાષ્ટ્ર ગુજરાત તેમજ વિવિધ પ્રાંતોમાંથી ઉમેદવારો ભાગ લેવાના છે. ત્યારે બ્રહ્મ અગ્રણીઓની નિશ્રામાં બેઠકોમાં વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉમેદવારો, તેના વાલીઓ તેમજ આમંત્રિતો મળી હજારોની મેદની ઉમટી પડે તેવી આયોજકો દ્વારા ધારણા સેવવામાં આવી રહી છે.

આ પ્રસંગે યુવક-યુવતીઓની કલર તસ્વીર વાળી જરૂરી વિગત સાથેની દળદાર ડીરેકટરીનું વિમોચન કરવામાં આવશે. બ્રાહ્મણ જ્ઞાતિના તમામ તડગોળના સાથ સાથે ''સાથી હાથ બઢાના સૂત્ર'' સાર્થક કરતા આ કાર્યક્રમની સફળતા માટે ર૦૦થી વધારે સ્વયંસેવકોની ટીમ તેમજ ૧૦૦ જેટલી ભગિનીઓની વિવિધ કમિટીઓ દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

બ્રહ્મ અગ્રણીઓ લલિતભાઇ જાની, લલિતભાઇ ઉપાધ્યાય, મહેન્દ્રભાઇ ઉપાધ્યાય, અરૂણભાઇ જોશી, બાલેન્દુભાઇ જાની, સુરેશભાઇ રાવલ, જગદીશભાઇ જે. ત્રિવેદી, નિલેશભાઇ ત્રિવેદી, સુરભીબેન આચાર્ય, રાગીણીબેન રાવલ, કૌશિકભાઇ પાઠક, અશોકભાઇ દવે, બિપીનભાઇ રાવલ, દિલીપભાઇ દવે, વિપુલભાઇ વાગડીયા, મહેશભાઇ ત્રિવેદી, યોગેશભાઇ ભટ્ટ, દિલીપભાઇ ત્રિવેદી, હિતેષભાઇ ત્રિવેદી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

વધુ માહીતી માટે મો. ૯૭ર૬૧ ૪૯પ૪૮, ૯૮ર૪ર ૧૪૦ર૧, ૯૮રપ૮ ર૭૯ર૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:55 pm IST)