Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સહકારી ક્ષેત્રના શિરમોર રમણીકભાઇ ધામી : જીવનદર્શનની ઝાંખી

રાજકોટ : શ્રી રમણીકભાઇ ધામી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલભાઇ ધામી દ્વારા 'સહકાર રત્ન' તથા 'સહકાર શિરોમણી' ખિતાબથી સન્માનીત રમણીકભાઇ ધામીની સ્મૃતિમાં તાજેતરમાં યાદગાર કાર્યક્રમ 'સેલીબ્રેશન ઓફ લાઇફ એન્ડ ચેરીશ ધ મેમોરીઝ ઓફ હોન. શ્રી રમણીકભાઇ ધામી' શીર્ષકતળે હેમુ ગઢવી હોલમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશેષરૂપમાં હાજરી આપી રમણીકભાઇ ધામીના ઉમદા પ્રદાનને બીરદાવેલ. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને સહકારી સંસ્થાઓના ચેરમેન ડો. ચંદ્રપાલસિંહ યાદવ (ન્યુ દિલ્હી) તેમજ મહેમાન તરીકે કર્ણાટક રાજયના ગવર્નર વજુભાઇ વાળાએ ઉપસ્થિત રહી શ્રી ધામી પ્રત્યેની વિશિષ્ટ લાગણી પ્રગટ કરી હતી. ઉપરાંત શ્રી ધામીના જીવન દર્શનની અદકેરી ઉજવણી રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તથા સહકારી આગેવાનો ડો. બિજેન્દ્રસિંઘ, ડો. સુનિલકુમાર સિંઘ, વાઘજીભાઇ બોડા, દીલીપભાઇ સંઘાણી, રબ્બર બોર્ડ ઓફ ઇન્ડિયાના વાઇસ ચેરમેન સી. બી. મોનાપલ્લી, જયોતિન્દ્ર મહેતા, ઘનશ્યામભાઇ અમીન, નરહરીભાઇ અમીન, ડોલરભાઇ કોટેચા, પરેશભાઇ પટેલ, ભીખાભાઇ પટેલ. ડી. કે. સખીયા, નાસ્કોના કનુભાઇ કાલાવડીયા, રમણીક ધામી શૈક્ષણિક સંકુલના ચેરમેન કમલનયનભાઇ સોજીત્રા, ખોડલધામના નરેશભાઇ પટેલ, બાનલેબ્સના મૌલેશભાઇ ઉકાણી, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના ચેરમેન દેવેન્દ્રભાઇ દેસાઇ, ગોવિંદભાઇ પટેલ, પુજીત રૂપાણી ટ્રસ્ટના અંજલીબેન રૂપાણી વગેરેએ ઉપસ્થિત રહી શ્રી ધામીના સંસ્મરણોને વાગોળ્યા હતા. કાર્યક્રમમાં રાજયભરમાંથી જુદી જુદી સહકારી, સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ દરમિયાન જાણીતા સ્પીકર જય વસાવડાએ રમણીકભાઇ ધામી પ્રત્યેની લાગણી વ્યકત કરી હતી. હાસ્ય કલાકાર સાંઇરામ દવેએ હાસ્ય રસ પીરસી સૌને હળવાફુલ બનાવી દીધા હતા. સમગ્ર સંચાલન ટ્રસ્ટી કમલભાઇ ધામી (મો.૯૮૨૫૫ ૧૬૫૩૩) એ જ સંભાળ્યુ હતુ.

(3:53 pm IST)