Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

કોઠારીયા ચોકડીએ આઇશરે બૂલેટને ઠોકરે લેતાં નિવૃત પો. સબ ઇન્સ. જી. એમ. મકવાણાનું મોત

ગોંડલ રોડ એસ. ટી. વર્કશોપ પાછળ આવેલા રહેણાંક આંબેડકરનગરમાંથી માતાજીના માંડવાનું નોતરૂ આપવા નીકળ્યા ને રસ્તામાં કાળ ભેટ્યોઃ વણકર પરિવારમાં કલ્પાંત

અકસ્માતમાં મૃત્યુ પામનાર જી.એમ. મકવાણાનો ફાઇલ ફોટો અને અકસ્માત સર્જનાર આઇશર જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૧: બપોરે આજીડેમ ચોકડી પાસે જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં આઇશરની ઠોકરે બૂલેટ ચડી જતાં બૂલેટચાલક ગોંડલ રોડ એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં રહેતાં નિવૃત પો. સબ ઇન્સપેકટર જી. એમ. (ગોવિંદભાઇ મંગાભાઇ) મકવાણા (ઉ.૫૯)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગોવિંદભાઇ મકવાણા અગાઉ ગોંડલમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં હતાં. હાલમાં નિવૃત હતાં. પોતાના ઘરે આગામી ૨૪-૨૫ના રોજ મેલડી માતાજીના માંડવાનું આયોજન કર્યુ હોઇ અને પોતે માતાજીના ઉપાસક પણ હોઇ સગા સંબંધીઓને માંડવાના દર્શનનું નોતરૂ આપવા જવા આજે બપોરે પોતાનું બૂલેટ લઇને નીકળ્યા હતાં અને રસ્તામાં કાળ ભેટી ગયો હતો.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ પંકજભાઇ દિક્ષીત અને વિપુલભાઇ રબારીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જી.એમ. મકવાણા બે ભાઇ અને બે બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્રી છે. બનાવથી વણકર પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

(3:50 pm IST)