Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સોરઠીયા પ્લોટમાં કોમલ સાગઠીયાનો ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ

રાજકોટ તા.૨૧: સોરઠીયા પ્લોટમાં રહેતી પરિણીતા એ ગળાફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ સોરઠીયા પ્લોટ શેરીનં. ૪માં રહેતી કોમલ વિપુલભાઇ સાગઠીયા (ઉ.વ.૨૬) એ પોતાના ઘરે પંખામાં ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પતિ જોઇ જતાં તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. કોમલના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. બનાવની જાણ થતા એડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ જોશી તથા રાઇટર મૌલીકભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:44 pm IST)