Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સ્પર્ધાત્મક પરીક્ષાનો સમય સવારનો રાખવા માંગ

રાજકોટ તા.૨૧: રાજયના મુખ્યમંત્રીશ્રીને તથા ગુજરાત પબ્લીક સર્વીસ કમીશનના ચેરમેનને જૈન અગ્રણી અશોકભાઇ પટેલે પત્ર પાઠવી, હવે પછીની કોન્સ્ટેબલ સહિતની  તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો સમય સવારના ૧૦ વાગ્યાનો રાખવામાં આવે જેથી બહારગામથી શહેરોમાં પરીક્ષા આપવા  આવતા વિદ્યાર્થી સમયસર પોતાના વતન પહોંચી શકે તેમજ દરેક યુનિવર્સીટીનું દરેક ડીપાર્ટમેન્ટ એક સેમેસ્ટરની પરીક્ષા એક દિવસમાં રાખે, બીજા સેમેસ્ટરની પરીક્ષા બપોર પછી રાખવાના બદલે એક દિવસનો ગેપ રાખી બીજા દિવસે ગોઠવે જેથી એટીકેટી કે ગેરહાજર રહેનારને રોજના જુદા, જુદા સેમેસ્ટરના બે પેપર એકજ દિવસે દેવા ન પડે તે માટે યોગ્ય કરવા વિનંતી કરેલ છે.

(2:50 pm IST)