Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રાજીવ મિશ્રા લાશને બાથરૂમમાં મુકી તાળાની ચાવીનો સહકાર રોડના શૌચાલયમાં ઘા કરી ભાગી ગયો'તો

આકુળ વ્યાકુળ રાજેન્દ્રભાઇ જ્યારે દિકરાને શોધતા હતાં ત્યારે શકમંદ રાજીવે તેને લીંબુ સરબત પીવડાવી પોતે કંઇ જાણતો નથી તેવો દેખાવ કર્યો હતોઃ ભકિતનગર પોલીસે રાજીવ મિશ્રા અને તેના સગા ધીરજ સામે હત્યાનો ગુનો દાખલ

રાજકોટ તા. ૨૧: ભગવતીપરામાં રહેતાં  શૌચાલયના કોન્ટ્રાકટર પ્રદિપ રાજેન્દ્રસિંહ પરશુરામસિંહ કુશવાહા (ઉ.૨૧)ની ૮૦ ફુટ રોડ શેઠ હાઇસ્કૂલ સામેના શૌચાલયના બાથરૂમમાંથી હત્યા કરાયેલી લાશ મળી આવ્યા બાદ ભકિતનગર પોલીસે આ બારામાં પ્રદિપના પિતાની ફરિયાદ પરથી આ શૌચાલયના કર્મચારી રાજુ મિશ્રા તથા તેના સગા ધીરજ (રહે. તીસબારા-બિહાર) સામે આઇપીસી ૩૦૨, ૨૦૧, ૩૪ મુજબ ગુનો  નોંધ્યો છે.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે કોન્ટ્રાકટર પ્રદિપને કેટલાક દિવસથી શૌચાલયના કર્મચારી રાજુ મિશ્રા સાથે હિસાબની ગોલમાલ બાબતે વાંધો ચાલતો હતો. રાજુ કેટલાક દિવસથી ઓછા પૈસા આપતો હોઇ તેને પ્રદિપે ઠપકો આપ્યો હતો. જેથી તેણે પોતાના સગા ધીરજ સાથે મળી હત્યા કર્યાનું બહાર આવ્યું છે.

એવી પણ વિગત ખુલી છે કે ૧૬મીએ પ્રદિપ ગુમ થયો તેના બીજા દિવસે ૧૭મીએ પ્રદિપના પિતા રાજેન્દ્રસિંહ તથા પ્રદિપના ીમત્રોએ આકુળ વ્યાકુળ થઇ શોધખોળ આદરી હતી. આ બધા શૌચાલયેે પહોંચ્યા ત્યારે કર્મચારી રાજૂએ પોતે પ્રદિપ વિશે કંઇ જાણતો ન હોવાનો દેખાવ કરી બધાને લીંબુ સરબત પીવડાવ્યું હતું. એ પછી ૧૮મીએ રાજીવ અને તેનો સગો ધીરજ સહકાર રોડ પરના     પોતે જ્યાં કામ કરતો હતો એ શૌચાલયના બાથરૂમની ચાવીનો ઘા કરી ભાગી ગયો હતો. આ બાબતની જાણ આ શૌચાલયના કર્મચારી મનોજે પ્રદિપના પિતાને કરી હતી. એ પછી રાજેન્દ્રસિંહને તેના પર શંકા જતાં તેણે રાજુ ઉર્ફ રાજીવને ફોન કરી પોતાનો દિકરો ગૂમ હોઇ અત્યારે કયાંય જતો નહિ તેવી વાત કરી હતી. પરંતુ રાજુએ પોતાની માતા બિમાર છે, જવું પડશે તેવી વાત કરી ફોન બંધ કરી દીધો હતો.

એસીપી પ્રદિપસિંહ જાડેજાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી અને ટીમે આરોપીઓને શોધી કાઢવા દોડધામ આદરી છે.

(2:49 pm IST)