Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પિતાએ ફટાકડા ફોડવાની ના પાડતાં ઉમેશ ચુડાસમાએ ફિનાઇલ પી લીધું

રાજકોટ તા. ૨૧: ભગવતીપરા નંદનવન સોસાયટી-૪માં રહેતાં ઉમેશ દિનેશભાઇ ચુડાસમા (ઉ.૧૬)એ ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ઉમેશ બે ભાઇ અને એક બહેનમાં નાનો છે. તેના પિતાના કહેવા મુજબ દેવદિવાળીને દિવસે ઉમેશને ઘર પાસે મોટા બોમ્બ ફોડવા હોઇ જે નાની શેરીમાં ફોડવાની તેને ના પાડતાં માઠુ લાગી જતાં ફિનાઇલનો ઘુંટડો પી ગયો હતો. સારવાર બાદ રજા અપાઇ હતી. બી-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

આંબેડકરનગરનો રવિ મહિડા ઝેર પી ગયો

બીજા બનાવમાં મવડી રીંગ રોડ આસ્થા ચોકડી પાસે આંબેડકરનગર-૧૧માં રહેતાં રવિ જીવણભાઇ મહિડા (ઉ.૩૦) એ ઘર નજીક માલધારી હોટેલ પાસે ઝેર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

(2:46 pm IST)