Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રાજકોટ જિલ્લાના પરીક્ષા કેન્‍દ્રો આસપાસ પ્રતિબંધ હુકમો

રાજકોટ તા. ૨૧ :  ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી તા.૨૩/૧૧/૧૮ થી તા.૨૫/૧૧/૨૦૧૮ દરમિયાન પરીક્ષા માટે જાહેર કરવામાં આવેલ કેન્‍દ્રો પૈકી રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા વિસ્‍તારના કામદાર સ્‍કુલ ઓફ નર્સીંગ, હરીપર પાળ સનં-૧૨, એનઆરઆઇ બંગલો પાછળ, દિલ્‍હી પબ્‍લીક સ્‍કુલની સામે, કાલાવાડ રોડ સ્‍થિત પરીક્ષા કેન્‍દ્ર  મુખ્‍ય સેવીકા, નાયબ ચીટીનસ, સંશોધન મદદનીશ, સ્‍ટાફ નર્સ, કમ્‍પાઉન્‍ડર, વિસ્‍તરણ અધિકારી(સહકાર), અને સમાજ કલ્‍યાણ નિરીક્ષક(જુનીયર) સંવર્ગની પરીક્ષા લેવાશે. આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને પરીક્ષામાં થતી ગેરરીતી અટકે, કાયદો વ્‍યવસ્‍થા જળવાઇ રહે તે માટે રાજકોટ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ શ્રી પી.બી. પંડયાએ ઉકત દિવસો દરમિયાન સમગ્ર ગ્રામ્‍ય જિલ્લાના વિસ્‍તારની  જે શાળાનાં બિલ્‍ડીંગમાં પરીક્ષા લેવાનાર છે, તે કેન્‍દ્રના કમ્‍પાઉન્‍ડમાં તેમજ તેની આસપાસનાં ૧૦૦ મીટર (એકસો મીટર)નાં વિસ્‍તારમાં અનધિકૃત વ્‍યકિતઓના એકત્રિત થવા પર, ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા કે લાવવા પર, ચાર કે તેથી વધારે માણસોના ભેગા થવા તેમજ પરીક્ષાર્થીઓને કેન્‍દ્રમાં મોબાઇલ રાખવા પર પ્રતિબંધ મુકયો છે.

આ હુકમ  સ્‍થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મેળવી હોય તેવી વ્‍યકિત કે વ્‍યકિત સમુહ તેમજ પરીક્ષા કાર્યમાં રોકાયેલ તમામ ઓળખપત્ર ધરાવતી વ્‍યકિતઓ તેમજ સરકારી કર્મચારીઓ, લગ્નના વરઘોડાને, સ્‍મશાન યાત્રાને, ફરજ પરના પોલીસ/એસઆરપી/હોમગાર્ડના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહીં. અન્‍યો સામે હુકમના ભંગ બદલ શિક્ષાત્‍મક કાર્યવાહી કરવામાં આવશે.

(1:10 pm IST)