Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

શાપરના કમલેશ કુંભારે રાજકોટમાં ફિનાઇલ પીધું

શાપર વેરાવળ સર્વોદય સોસાયટીમાં રહેતાં કમલેશ ટીંબડીયા નામના ૩૫ વર્ષના કુંભાર યુવાને સાંજે રાજકોટમાં શાષાી મેદાન સામે હોટેલ હાર્મની સામે ફૂટપાથ પર ફિનાઇલ પી લેતાં સેવાભાવી યુવાન મુકેશભાઇ હરિભાઇએ તેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પત્‍નિ માવતરે જતી રહી હોઇ તેને સાસરિયા પરત આવવા દેતાં ન હોવાથી આ પગલું ભર્યાનું તે રટણ કરતો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

(12:30 pm IST)