Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પંચનાથ હોસ્પિટલમાં ૪ નિષ્ણાંત તબીબોનું આગમન

ડો.જુહી તેજૂરા મણિયાર (કાન, નાક, ગળાના સર્જન), ડો. પ્રતીક ખાંડલ (જનરલ સર્જન), ડો. પ્રિતેશ પટેલ (ઓર્થોપેડીક સર્જન),તથા ડો.નીલ વાછાણી (નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાત) નિયમીત સેવા આપશે

રાજકોટ તા. ર૧:  સમય જેમ જેમ સરિતાની જેમ સરકી રહ્યો છે. તેમ તેમ સેવાકીય ભાવના સાથે રોપાયેલા શ્રી પંચનાથ નિદાન કેન્દ્રના બીજ ગણતરીના દિવસોમાં જ અતિ આધુનિક શ્રી પંચનાથ મલિટસ્પેશ્યાલીટી હોસ્પીટલના સ્વરૂપમાં વિશાળ વટવૃક્ષ તરફ પ્રયાણ કરી રહ્યું છે ખુબજ નજીકના સમયમાં જ બેમિસાલ અને સંપૂર્ણ વાતાનુકુલિત બિલ્ડીંગમાં થનાર મંગલમય પ્રવેશની પૂર્વ સંધ્યાએ ૪ નવા નિષ્ણાંત તબીબોની નિમણુંક કરવામાં આવેલ છે. જેમાં ડો. જુહી તેજૂરા મણિયાર કે જેઓ કાનના રોગો જેવા કે રસી સડો, પડદામાં કાણું, હાડકી ચોટી જવી, બહેરાશ નિવારણ કાનમાં તમારા બોલવા, નાકના રોગો જેમાં એલર્જી, મસા, ત્રાસો પડદો, નસકોરા, સાઇનસ, માથાનો દુઃખાવો, નાસૂર ગળાની સારવારમાં કાકડા, થાઇરોડ, કંઠમાળા, લાળગ્રંથિ લસિકાગ્રંથિ તેમજ ઘોઘરા, કર્ફશ, જાડા અવાજ માટે સ્વરતંતુની તથા મોક્ષ, જીભ, જડબા, સ્વરપેટી, અન્નનળીના કેન્સર જેવા જીવલેણ રોગોનું નિદાન કરવામાં આવે છે તેઓ દર સોમવારથી શનિવાર સુધી સવારે ૯-૩૦ થી ૧૧-૩૦ તેમજ બપોરે ૪-૩૦ થી ૬-૩૦ સુધી નિયમિત રીતે મળી શકશે.

ડો. પ્રતિક ખાંડલ કે જેઓ જનરલ સર્જનની ઉપાધિ ધરાવે છે. હરસ, ચાંદા, મસા, કપાસી, ભગંદર, સારણગાંઠ, ગુમડા, એપેન્ડિકસ, પેશાબમાં લોહી પડવું, સ્વાદપિંડુ તેમજ લીવરમાં ઇન્ફેકશન, છાતીની (બ્રેસ્ટ) તેમજ બગલામાં ગાંઠ, હાથ અને પગની નસોનો વધારો, પેટનો દુખાવો તથા તેના રોગો, પિત્તની થેલીની તેમજ કિડનીની પથરીની સારવારના નિષ્ણાંત સર્જન તરીકેની નામના મેળવેલ છે તેઓ દર મંગળ-બુધ,શુક્ર અને શનિવારે સાંજે ૩-૩૦ થી ૪-૩૦ દરમ્યાન મળી શકશે.

ડો.નીલ વાછાણી નવજાત શિશુ અને બાળ રોગ નિષ્ણાંતની ડિગ્રી ધરાવે છે તેઓ બાળકોના રોગો જેવા કે નવજાત શિશુની સંભાળ, રસીકરણ, કમળો, માતા-પિતાની બાળકો પ્રત્યેની રોજ બરોજની ફરીયાદ જેવી કે બાળક ખાતુ નથી, વજન વધતું નથી., વારંવાર બીમાર પડે છે. તાવ સાથે સંકળાયેલી ગંભીર બીમારીઓ જેવી કે ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ, ફલુ, ન્યુમોનિયા, જાડા, ઉલ્ટી, ઉધરણ, ટોન્સિલ (કાકડા) પેટમાં દુઃખાવો (અપચો-પિત્ત), આંચકી (મંગજનો તાવ,) એલર્જી, અસ્થમાં, પેશાબની નળીમાં ચેપ લાગવો લોહીની બીમારીઓ કેન્સર, થાઇરોઇડ, ચામડીના બીમારી જેવા નિદાન કરી આપવામાં આવે છે. તેઓ દર સોમવારથી શનિવાર સુધી બપોરે ૪ થી પ સુધી નિયમીત રીતે મળી શકશે.

ડો.પ્રિતેશ પટેલ હાડકાના રોગોના નિદાનમાં નિપુણતા ધરાવે છે. ગોઠણની ઢાંકણીનો ધસારો, સોજો, દુઃખાવો, ઢાંકણી બદલાવવી, અકસ્માતમાં હાડકામાં થયેલી નાની મોટી ઇંજાઓ, ટ્રમામાં થયેલી ઇજાઓ, સ્પાઇનને લગતી બીમારીઓના નિદાન કરવામાં નિષ્ણાંત છે. તેઓ સોમવારથી શનિવાર સુધી સવારે ૯-૩૦ થી ૧૧ અને બપોરે ૩-૩૦ થી પ વાગ્યા સુધી નિયમિત રીતે મળી શકશે.

ઉપરોકત દરેક નિદાનનો ચાર્જ ફકત રૂપિયા પ૦ રાખવામાં આવેલ છે જેનો લાભ શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટ દ્વારા રંગીલા રાજકોટની ધર્મપ્રેમીની જનતાને જરૂર પડે ત્યારે ઉપરોકત સારવારનો લાભ લેવા અખબારી યાદીમાં જણાવેલ છે.

વર્તમાન કોવીડ-૧૯ની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને સરકારશ્રીના માર્ગદર્શન મુજબ હોસ્પિટલમાં સેનીટાઇઝેશન માસ્ક તથા સોશ્યિલ ડીસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે અને કયુમીગેશન કરવામાં આવે છે.

વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે શ્રી પંકજભાઇ ચગ (૯૮૭૯પ ૭૦૮૭૮), શ્રીમતી ધૃતિબેન ધડૂકનો (હોસ્પિટલ પર) અથવા તો હોસ્પિટલના લેન્ડ લાઇન નંબર ૦૮ર૧-રર૩૧ર૧પ/૦ર૮૧-રરર૩ર૪૯ ઉપર સંપર્ક કરવા હોસ્પિટલ તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.

સેવાકીય ટીમ કાર્યરત

સેવાકીય યજ્ઞમાં શ્રી પંચનાથ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટના યુવા પ્રમુખશ્રી દેવાંગભાઇ માંકડ, ઉપપ્રમુખ ડો. લક્ષમણભાઇ ચાવડા, માનદ્દમંત્રી શ્રી તનસુખભાઇ ઓઝા, કોષાધ્યક્ષશ્રી ડી.વી.મહેતા, ટ્રસ્ટીશ્રીઓ મયુરભાઇ શાહ, વસંતભાઇ જસાણી, મહેન્દ્રસિંહ ગોહેલ, નીરજભાઇ પાઠક, નીતીનભાઇ મણીયાર, મિતેષભાઇ વ્યાસ, નારણભાઇ લાલકિયા, ડો.લલિતભાઇ ત્રિવેદી, મનુભાઇ પટેલ જેવા નામાંકિત આગેવાનો રંગીલા રાજકોટની પ્રજાને જેમ બને તેમ ઝડપથી અદ્યતન મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ અર્પણ કરવા માટે સતત કાર્યરત છે.

(4:04 pm IST)