Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ડ્રેનેજનો વર્ષો જુનો પ્રશ્ન ઉકેલતા કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોઃ પાઇપલાઇનનું વિસ્તારવાસીઓના હસ્તે ખાતમુહૂર્ત

રાજકોટ :  મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરોની યાદી જણાવે છે કે શહેરના વોર્ડ નં.૧૭માં આવેલ નંદાહોલ થી શ્રમશ્રદ્ઘા ચોક સુધીના રસ્તા ઉપર ૯૦૦ એમ.એમ. ડાયા આર.સી.સી. એનપી-૩ ડ્રેનેજ પાઈપલાઈન નાખવાના કામ માટે કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો દ્યનશ્યામસિંહ જાડેજા, વલ્લભભાઈ પરસાણા, નીલેશભાઈ મારું, જયાબેન ટાંક, ગાયત્રીબેન ભટ્ટ, જેન્તીભાઈ બુટાણી, રસીલાબેન ગરૈયા, ધર્મિષ્ઠાબા જાડેજા, મેનાબેન જાદવ, સ્નેહાબેન દવે દ્વારા વર્ષ ૨૦૧૬ થી સતત મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, ડેપ્યુટી કમિશ્નરશ્રી, સીટી ઈજનેરશ્રી, ડેપ્યુટી ઈજનેરશ્રીઓને અવારનવાર રજુઆતો કરેલ છે તેમજ પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નરશ્રીઓ વિજય નહેરા, બંછાનિધિ પાની બંને કમિશનરોએ આ પ્રશ્નના નિરાકરણ માટે રૂબરૂ સ્થળ તપાસ કરેલી હતી અને કામ કરવા ટેન્ડર બનાવવા તેમજ વહીવટી અને તાંત્રિક કાર્યવાહી કરવા તેમજ કામને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ સત્વરે પ્રક્રિયા હાથ ધરવા સુચના આપેલ હતી.  તેમજ આ સ્થળે વર્ષોથી ડ્રેનેજની સમસ્યા હોય તેમજ વોર્ડ નં.૧૭,૧૬ અને ૧૮ને અસરકારકતા હોય જેથી આ કામ કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. આ કામ ૧ કરોડ ૫.૭૫ લાખમાં કરવા તેમજ ૯૦૦ એમ.એમ. ડાયા આર.સી.સી. એનપી-૩ તેમજ ૮૪૦ રનીંગ મીટર લાંબી ૩૦ મેઈન હોલ વાળી પાઈપલાઈન નાખવા નું આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા અને ઘનશ્યામસિંહ જાડેજાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. આ તકે સ્થાનિક વીસ્તારવાસીઓના હસ્તે ખાતમુહૂર્ત કરાવ્યું હતું તેમજ કોંગ્રેસના પીઢ આગેવાનો કોર્પોરેટરો, કાર્યકરો અને વીસ્તારવાસીઓમાં કોર્પોરેટરશ્રી દ્યનશ્યામસિંહ જાડેજા, જયાબેન ટાંક, ગાયત્રીબેન ભટ્ટ, વલ્લભભાઈ પરસાણા, રસીલાબેન ગરૈયા, સ્નેહાબેન દવે, નીલેશભાઈ મારું, જેન્તીભાઈ બુટાણી, ધર્મિષ્ઠાબા જાડેજા, મેનાબેન જાદવ સહિતના આગેવાનો એ આ કામ કરાવવા માટે જહેમત ઉઠાવેલ હતી અને ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ કોર્પોરેટર કલાબેન સોરઠીયા, વોર્ડ નં.૧૭ કોંગ્રેસ પ્રમુખ દર્શન ગૌસ્વામી, શૈલેશભાઈ રૂપાપરા, રસિકભાઈ ભટ્ટ, સુરેશભાઈ ગરૈયા, પ્રહલાદસિંહ ઝાલા, પરસોતમભાઇ સગપરીયા, વિમલ મુંગરા, યોગેશભાઈ વ્યાસ, કૈલાસભાઈ કાકડિયા, ઉકાભાઈ ડાંગર, રમેશભાઈ ગઢવી, કમજીભાઈ દાફડા, વિનુભાઈ ખંભાયતા, સવજીભાઈ ભંડેરી, નિર્મળસિંહ ઝાલા, ટીનાભાઈ, વિમલ ધામી, અનીલ નસીત, ધવલ ચોટલીયા, વિરામ બવ, દિવ્યેશભાઈ વેકરીયા, મહિલા કોંગ્રેસ આગેવાનો પ્રફુલાબેન રાઠોડ, હીરલબા રાઠોડ, વિભૂતિબેન ત્રિવેદી, જીત માખેચા, યશ સોરઠીયા સહિતના વિસ્તારવાસીઓ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.  અને વર્ષો જુનો પ્રશ્નનો ઉકેલ આવ્યો હોય ત્યારે સ્થાનિક લત્ત્।ાવાસીઓએ કોંગ્રેસના કોર્પોરેટરોના મોઢા મીઠા કરાવ્યા હતા વીસ્તારમાં આનંદની લાગણી ફેલાઈ હતી તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે.

(4:00 pm IST)
  • પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસ સાથે મતભેદોને લીધે : મહારાષ્ટ્ર ભાજપમાં ભૂકંપ પુર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ રેવન્યુ મીનીસ્ટર એકનાથ ખડસેએ ભાજપને 'રામ-રામ' કર્યાઃ શુક્રવારે ૨ વાગે એનસીપીમાં જોડાશે access_time 2:59 pm IST

  • " આઈટમ " : મધ્ય પ્રદેશના મહિલા મિનિસ્ટર ઈમરતી દેવીને આઈટમ કહેવા બદલ કોંગી આગેવાન કમલનાથ ફસાયા : ચૂંટણી પંચે 48 કલાકમાં ખુલાસો આપવા નોટિસ ઠપકારી access_time 7:52 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 77 લાખને પાર પહોંચ્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 56,000 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 77,05,158 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,15,324 થયા : વધુ 79,342 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 68,71,898 રિકવર થયા : વધુ 703 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,16,653 થયો access_time 1:11 am IST