Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

મ.ન.પા.ને કોરોના નડયો

સીઝનલ સ્ટોલની હરરાજીઃ આવકમાં ગત વર્ષ કરતા આ વર્ષે ૨ લાખની ઘટ

નાનામવા-સાધુ વાસવાણી રોડ પરનાં ૩૮ પૈકી ૩૫ સ્ટોલ અપાયાઃ સાધુ વાસવાણી રોડ પરનાં એક સ્ટોલનાં સૌથી વધુ રૂ.૧૦૧૦ આવ્યાઃ અંદાજીત ૫ લાખની આવક થશે

મ્યુ.કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખા  દ્વારા  આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે શહેરનાં નાનામૌવા-સાધુવાણી રોડ પરનાં સીઝનલ ૩૮ સ્ટોલ માટે હરરાજી કરવામાં આવી હતી. તે વખતની તસ્વીરમાં આસી.મેનેજર ભરત કાઠરોટીયા તથા અન્ય કર્મચારીઓ , વેપારીઓ નજરે પડે છે.

રાજકોટ, તા., ૨૧: મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે શહેરના સાધુ વાસવાણી રોડ અને નાના મવા રોડ પરના સીઝનલ ૩૮ સ્ટોલ માટે આજે  હરરાજી કરવામાં આવતા ૩૫ સ્ટોલનાં અંદાજીત પ લાખ ઉપજયા હતા. જે ગત વર્ષ કરતા ર લાખની આવક ઓછી થવા પામી છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ આજ રોજ સેન્ટ્રલ ઝોન ઓફીસ ખાતે દિવાળીના તહેવારોના અનુસંધાને સ્ટોલ માટેની જાહેર હરરાજી યોજવામાં આવેલ હતી. જેમાં ૩૮ સ્ટોલ પૈકી ૩પ સ્ટોલ માટે બોલી આવેલ છે. હરરાજીમાં કુલ ૧૩ વેપારીઓએ ભાગ લીધેલ હતો. જેમાં અંદાજીત રૂ. પાંચ લાખ જેટલી આવક થશે.

તંત્ર દ્વારા એક સ્ટોલ ૧૫*૧૫ નો ગાળો રાખવામાં આવે છે. એક સ્ટોલની એક દિ'ની અપસેટ પ્રાઇઝ  રૂ. પ૦૦ નક્કી કરવામાં આવી હતી. આ સ્ટોલ પ નવેમ્બરથી ૧૪ નવેમ્બર સુધી આપવામાં આવશે.

આ હરરાજીમાં નાનામવા રોડ પરના ર૩ પૈકી ૨૩ તથા સાધુ વાસવાણી રોડના ૧પ પૈકી ૧ર સહીત કુલ ૩પ સ્ટોલના ભાવ આવ્યા હતા. જેમાં સાધુ વાસવાણી રોડ પર એક સ્ટોલનાં રૂ. ૧૦૧૦ તથા નાનામવા રોડ પર રૂ. ૮પ૦ સૌથી વધુ આવ્યા હતા.

ગત વર્ષે ૩૮ સ્ટોલનાં રૂ. ૭ લાખ ઉપજયા હતા. આમ આ વર્ષે રૂ. પ લાખની આવક થવા પામતા ગત વર્ષ કરતા આ વર્ષે તંત્રની તીજોરીમાં ર લાખની ઓછી આવક થવા પામશે.

(3:55 pm IST)