Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રાજકોટથી મુંબઇ-દિલ્હીની ફલાઇટો હાઉસફુલ જવા માંડી સ્પાઇસ જેટની રપમીથી રાજકોટ-મુંબઇ દરરોજ ફલાઇટ

સ્પાઇસ જેટ- એરઇન્ડીયાના વિમાનમાં માંડ ૩ થી ૪ સીટો ખાલી હોય છે : ટ્રાફિકમાં જબરો વધારો

રાજકોટ, તા. ર૧ :  રાજકોટથી -મુંબઇ અને દિલ્હી વચ્ચેની ફલાઇટો હાઉસફુલ જવા માંડી હોવાનું આજે એરપોર્ટના અધિકારી સુત્રોએ જણાવ્યું હતું.

કોરોના-લોકડાઉન બાદ ત્રણ મહિના પહેલા રાજકોટ-મુંબઇ વચ્ચે એરઇન્ડીયા અને સ્પાઇલ જેટે વીકમાં ૩ થી ૪ દિવસ મુંબઇ માટે ફલાઇટો શરૃ કરી હતી, એ પછી દિલ્હી માટે બંને કંપનીઓની ફલાઇટો શરૃ થઇ હતી, પરંતુ આ સમયમાં માંડ પ૦ ટકા ટ્રાફિક મળતો હતો. પરંતુ હવે કોરોના ધીમો પડતા તથા નવરાત્રીના તહેવારો અને આવી રહેલ દિવાળીના તહેવારો સંદર્ભે બંને કંપનીઓની ફલાઇટો હાઉસફુલ જવા માંડી છે, હાલ રાજકોટ થી મુંબઇ દિલ્હી વચ્ચે સ્પાઇલા જેટની સવારે ફલાઇટ આવે છે. તો એર ઇન્ડીયાની ફલાઇટ રાજકોટ મુંબઇ-દિલ્હી વચ્ચે સાંજે આવે છે એર ઇન્ડીયા રાજકોટ-મુંબઇ વચ્ચે વીકમાં ત્રણ દિવસ મંગળ-ગુરૃ ફલાઇટ ઉડાડે છે, આ બંને વિમાનો ૧રપ બેઠકની ક્ષમતા વાળા છે, અને દરરોજ હાઉસફુલ જાય છે, ભરચક્ક હોય છે, માંડ ૩ થી ૪ બેઠકો ખાલી હોય છે. આવી જ રીતે સ્પાઇસ, જેટ રાજકોટ મુંબઇ વચ્ચે વીકમાં ૪ દિવસ ઉડાડે છે, તે હવે રપમી થી દરરોજની ફલાઇટ થઇ જશે, સ્પાઇસનું વિમાન રાજકોટ-મુંબઇ વચ્ચે ૧પ૦ બેઠકની ક્ષમતા ધરાવતુ  છે તે પણ હાઉસ ફુલ જતુ હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું.

(3:20 pm IST)