Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

જીઆઇડીસીના અધિક્ષક ઇજનેર પરમારની એક કરોડથી વધુની અપ્રમાણસર મિલ્કત શોધી કાઢતું રાજકોટ એસીબી

નવનિયુકત એસીપી એ. પી. જાડેજા ખુદ ફરિયાદી બન્યાઃ હિતેન્દ્ર રતિલાલ પરમાર અગાઉ એકઝીકયુટિવ એન્જિનીયર હતાં: સરકારી હોદ્દાની રૃએ કમાયેલી આવકથી વધુ આવક મળી આવીઃ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી

રાજકોટ તા. ૨૧: લાંચ રૃશ્વત બ્યુરો (એસીબી) રાજકોટ દ્વારા ગુજરાત ઓદ્યોગીક વિકાસ નિગમ (જી.આઈ.ડી.સી.)ના તત્કાલીન એકઝીકયુટિવ એન્જિનિયર અને હાલના વર્ગ-૧ના અધિક્ષક ઇજનેર  હિતતેન્દ્ર રતીલાલ પરમારની રૃા. ૧,૦૦,૦૩,૯૩૯ (અંકે રૃપિયા એક કરોડ ત્રણ હજાર નવસો ઓગણચાલીસ રૃપિયા પુરા) અને ૩૫.૩૭ ટકાની અપ્રમાણસર મિલ્કત શોધી કાઢી ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવતાં ખળભળાટ મચીગયો છે. આ કેસમાં એસીબીના નવનિયુકત એસીપી એ. બી. જાડેજા પોતે ફરિયાદી બન્યા છે.

લાંચ રૃશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ-૧૯૮૮ ના સુધારા અધિનીયમ-૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્ત્।ાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપત્ત્િ। એકત્રિત કરવાના તેમજ પોતાના સગા-સબંધી કે સ્નેહીજનોના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કરવા બાબતે બેનામી સંપત્ત્િ। અંગેના ધી પ્રોહિબીશન ઓફ બેનામી પ્રોપર્ટી ટ્રાન્જેકશન એકટ-૧૯૮૮ (સુધારા તા.૩૧/૧૦/૨૦૧૮) અંગેના વધુમાં વધુ કેસો શોધી કાઢવા બ્યુરો દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.

આક્ષેપિત હીતેન્દ્ર રતીલાલ પરમાર, તત્કાલીન એકઝીકયુટીવ એન્જીનીયર, હાલ અધીક્ષક ઇજનેર, વર્ગ-૧, ગુજરાત ઔદ્યોગીક વિકાસ નિગમ(જી.આઇ.ડી.સી.) રાજકોટ વિરૃધ્ધ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ ગુ.રા. ગાંધીનગર પાસેથી અધિકારી પરમાર વિરૃધ્ધ પ્રાથમિક તપાસ કરવા અંગેની મંજુરી મેળવ્યા બાદ તપાસ શરૃ થઇ હતી. તેના વિરુધ્ધ આવેલી અરજીની પ્રાથમીક તપાસ દરમિયાન આક્ષેપિત હિતેન્દ્ર પરમાર તથા તેમના પરીવારના સભ્યોના મિલ્કત સબંધી દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓ અને વિવિધ સરકારી કચેરીઓમાંથી દસ્તાવેજી માહીતી મેળવવામાં આવ્યા હતાં. તેમનાનાણાંકીય વ્યવહારોનું વિશ્લેષણ એ.સી.બી.ના નાણાંકીય સલાહકારશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. અપ્રમાણસર મિલ્કતના કેસોમાં  ગુજરાત હાઈકોર્ટના દિશાનિર્દેશ તથા સી.બી.આઇ. ગાઇડલાઇન મુજબના એ-બી-સી-ડી પત્રક તથા આવક-ખર્ચ અંગેનુ ગ્રાફીકલ પ્રેઝન્ટેશન તૈયાર કરી, નાણાંકીય સલાહકાર દ્વારા ફોરેન્સીક એકાઉન્ટીંગ કરી નાણાકીય વ્યવહારોનુ વિગતવારનુ વિશ્લેષણ કરવામાં આવે છે. તપાસમાં અપ્રમાણસર મિલકતો અંગે પ્રાથમિક તપાસ કરી આક્ષેપિતની સેવા વિષયક દસ્તાવેજી માહિતી, આક્ષેપિત તથા તેઓના પરિવારજનોની સ્થાવર/જંગમ મિલકતો સબંધી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવામાં આવેલ. જેમા પોતાના હોદ્દાની રૃએ ફરજ દરમ્યાન કાયદેસરની આવકના દેખીતા સાધનોમાંથી થયેલ કુલ આવક રૃ.૩,૫૯,૯૦,૦૭૭/- (અકે ત્રણ કરોડ ઓગણસાઇઠ લાખ નેવું હજાર સિત્યોતેર રૃપિયા પુરા) જેની સામે તેઓએ કરેલ કુલ ખર્ચ/રોકાણ રૃ.૪,૫૯,૯૪,૦૧૬/- (અકે રૃપિયા ચાર કરોડ ઓગણસાઇઠ લાખ ચોરાણું હજાર સોળ પુરા) થયેલ છે. જેથી તેઓ દ્વારા રૃ.૧,૦૦,૦૩,૯૩૯ (અકે રૃપિયા એક કરોડ ત્રણ હજાર નવસોઓગણચાલીસ રૃપિયા પુરા)ની વધુ અપ્રમાણસર મિલકતો વસાવેલાનુ જણાયેલ છે. જે ઇજનેર પરમારની કાયદેસરની આવકની સરખામણીમાં ૩૫.૩૭  ટકા જેટલી વધુ છે. આક્ષેપિતના પગાર અને તેમના અન્ય બેંક એકાઉન્ટ તેમજ તેમના આશ્રીતોના તપાસના કામે મેળવેલ બેંક એકાઉન્ટના ચેક પીરીયડ તા.૦૧.૦૪.૨૦૧૦ થી તા.૩૧.૦૩.૨૦૧૭ સુધીના સમયગાળામાં કુલ રૃ.૨૪,૭૨,૫૭૩/- (અંકે રૃપિયા ચોવીસ લાખ બોત્ત્।ેર હજાર પાંચસો તોત્ત્।ેર પુરા) ની માતબર રોકડ રકમ તેમના જુદા જુદા બેંક એકાઉન્ટોમાં જમા તેમજ કુલ માતબર રોકડ રકમ રૃમ.૨૨,૭૫,૦૨૭/- (અંકે રૃપિયા બાવીસ લાખ પંચોતેર હજાર સત્યાવીસ પુરા) બેંક ખાતાઓમાંથી ઉપાડ કરેલ છે.આ ઉપરાંત આક્ષેપિતે પોતાની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના જાહેર સેવક તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી, ઇરાદાપુર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીતરસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણાં મેળવી, તે નાણાનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલકતોમાં રોકાણ કરેલાનુ પ્રાથમિક દ્રષ્ટિએ ફલિત થયેલ છે. આક્ષેપિતનાઓ વિરૃદ્ઘ તપાસ કરનાર અધિકારી શ્રી એ.પી.જાડેજા (મદદનીશ નિયામક રાજકોટ એકમ, રાજકોટ)એ સરકાર પક્ષે ફરિયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ ૧૯૮૮ (સુધારા કલમ-૨૦૧૮) ની કલમ ૧૩(૧) (બી) તથા ૧૩(૨) મુજબ ગુનો દાખલ કરાવેલ છે.   (૧૪.૧૦)

વર્ષ ૨૦૨૦માં કુલ ૨૧ આરોપીઓ વિરૃધ્ધ અપ્રમાણસર મિલ્કતના ગુના નોંધાયા

લાંચ રૃશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ-૧૯૮૮ના સુધારા અધિનીયમ-૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી/કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર રીત રસમો અપનાવી કે સત્ત્।ાનો દુરઉપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં અપ્રમાણસર મિલ્કત વસાવવા અંગેના વર્ષ ૨૦૨૦ માં પ્રસ્તુત ગુના સહિત વર્ગ-૧ ના ૩, વર્ગ-૨ ના ૬ અને વર્ગ-૩ ના ૧૨ એમ કુલ ૨૧ આરોપી વિરુધ્ધ કુલ રૃ.૨૭,૬૪,૫૮,૩૨૮/- (અકે રૃપિયા સત્યાવીસ કરોડ ચોસઠ લાખ અટ્ટાવાન હજાર ત્રણસો અઠયાવીસ રૃપિયા પુરા) ની અપ્રમાણસર મિલ્કત વસાવ્યા બાબતેના ગુના એ.સી.બી. દ્વારા દાખલ કરવામાં આવેલ છે. જેમા ગુજરાત સરકારના વિભાગવાઇઝ અપ્રમાણસર મિલકતના કેસોમાં જીઆઇડીસીના-૬, શહેરી વિકાસના-૩, રેવન્યુના-૩, પીડબલ્યુડીના-૦૨, જીપીસીબીના-૦૨, પોલીસ-૦૧, શિક્ષણ-૦૧, પંચાયત-૦૧, સિંચાઇ વિભાગ-૦૧, ખાણ અને ઉદ્યોગ-૦૧ કેસનો સમાવેશ થાય છે.

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની અપ્રમાણસર મિલ્કત અંગે માહિતી આપવા અનુરોધ

કોઇપણ સરકારી અધિકારી/કર્મચારીની અપ્રમાણસર મિલકતો તથા બેનામી મિલકતો (જેવી કે ખેતીની જમીન,પ્લોટ, મકાન, ઓફીસ, દુકાન, વાહન, બેન્ક લોકર,બેન્ક એકાઉન્ટ વિગેરે) તથા જેમના નામે બેનામી મિલકતો વસાવવામાં આવી હોય તો તે અંગની સચોટ અને વિસ્તૃત માહિતીની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નં.૧૦૬૪, ફોન નં. ૦૭૯-૨૨૮૬૦૩૪૧/૪૨/૪૩, ફેકસ નં.૦૭૯-૨૨૮૬૯૨૨૮, ઈ-મેઈલઃastdiracb-f2@gujarat.gov.in, વ્હોટસએપ નં. ૯૦૯૯૯૧૧૦૫૫ ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૃબરૃ પણ સંપર્ક કરવા તથા સીડી દ્વારા અથવા પેનડ્રાઇવમાં પણ માહિતી મોકલવા નાગરિકોને એસીબી વડા કેશવકુમાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યા છે.

(3:49 pm IST)