Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પ્રશીલ પાર્ક સોસાયટી મેઇન રોડથી બહાર જવાના રસ્તા ઉપર રખડતા શ્વાનનો ત્રાસ

વાહન પાછળ દોડીને વાહન ચાલકોને પછાડી દેવાથી સર્જાતા જીવલેણ અકસ્માતોઃ કોર્પોરેશન કમિશ્નરને રજુઆત

રાજકોટ તા. ર૧: શહેરના યુનિવર્સિટી રોડ પ્રશીલ પાર્ક સોસાયટી મેઇન રોડથી બહાર જવા માટેના રસ્તા ઉપર રખડતા શ્વાનના ત્રાસ અંગે પ્રશીલ પાર્ક ઓનર્સ એસોસીએશનના પ્રમુખ-ચાર્ટર્ડ ઇજનેર કમલેશભાઇ ઢોલાની આગેવાનીમાં લતાવાસીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને રજુઆત કરીને તાકીદે યોગ્ય કરવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, યુનિવર્સિટી રોડ કે કાલાવડ રોડ કે અન્ય કોઇ રોડ પર જવું હોઇ તો, ગેઇટથી આશરે પ૦૦ ફુટ દૂર ગ્રીન એવેન્યુ સોસાયટી પાસે આવેલ ચોક પાસે રખડું કુતરાઓની ફોજ બેઠી હોઇ છે, જે તેમના સ્વભાવ અનુસાર ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર પસાર થતાં જ આ જંગલી કુતરાઓ પાછળ દોડે છે. જેનાથી એક મહિના અગાઉ ૭૦ વર્ષના સિનિયર સિટીઝન શ્રી જીતુભાઇ બામટા (૭૦) કે જેઓ સવારના પહોરમાં વોક કરવા નીકળેલ તે વખતે એક વ્યકિત એકિટવા લઇને જતાં હતા તેજ વખતે આ કુતરાઓ એકિટવા પાછળ અચાનક દોડેલ જેથી તે વ્યકિતનું બેલેન્સ ગુમાવતાં, જીતુભાઇ બામટા કે જેઓ શાંતિથી વોક કરતાં હતા તેમની સાથે આ એકિટવા અથડાય જવાથી તેમનું વોકહાર્ટ હોસ્પિટલમાં દુઃખદ અવસાન થયેલ છે.

ગઇ કાલે રાત્રે ફરી એકવાર પ્રશીલ પાર્કના રહેવાસી સંદીપભાઇ રૃપાણીની પાછળ આજ કુતરાઓની ફોજ દોડતાં સંદીપભાઇ પણ ચાલુ બાઇક એ પડી જતાં ડાબો પગ ભાંગી ગયેલ અને માથામાં ઇનજરિ થતાં હાલ તેઓ વોકહાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે ઇમરજંસી વિભાગમાં દાખલ થયેલ છે.

હાલ લોકડાઉનની પરિસ્થિતિ થયેલ હોવાથી નાના બાળકોને એકિટવામાં સ્કૂલે મુકવા જવાનું બંધ છે અન્યથા કેટલાક બાળકો અને માતાઓનું જ ીવન જોખમમાં હોત. આ ઉપરાંત આ વિસ્તારમાં જ આવેલ ગ્રીન એવન્યુ સોસાયટીના પ્રમુખ વનરાજસિંહ ઝાલાએ પણ કોર્પોરેશનમાં લેખિત રજુઆત કરીને શ્વાનનો ત્રાસ દુર કરવા માંગણી કરી છે.

(3:18 pm IST)