Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

જામનગર રોડ સ્લમ કવાટર સામે મારામારીના ગુનામાં ઇમરાન મેણુ સહિત ચાર પકડાયા

ઇમરાન, રીઝવાન, નઝમા અને અલ્કા ઉર્ફે ઓરીયાની ધરપકડ

રાજકોટ,તા. ૨૧: જામનગર રોડ સ્લમ કવાટર સામે ટંકારા લાઇનમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી મહિલાને ધમકી આપી ડેલી તથા વોશીંગ મશીનમાં તોડફોડ કરવાના ગુનામાં ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ જામનગર રોડ પર સ્લમ કવાર્ટરની સામે ટંકારા લાઇનમાં રહેતા ઉષાબેન યાસીનભાઇ ઉર્ફે ભુરો ઓસમાણભાઇ કૈયડા પરમ દિવસે પોતાના ઘરે હતા. ત્યારે અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખી ઇમરાન મેણુ તેની બે પત્ની નજમા અને અલ્કા તથા મિત્ર રીઝવાન ચાનીયાના ઘર પાસે આવી ગાળો આપી તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ડેલીમાં તથા વોશીંગ મશીનમાં તલવારના ઘા મારી તોડફોડ કરી હતી દેકારો બોલતા ચારેય નાશી ગયા હતા. આ બનાવ અગે ઉષાબેને પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.પટેલ, એએસઆઇ કનુભાઇ, હેડ કોન્સ. દેવશીભાઇ, વિજયરાજસિંહ,યુવરાજસિંહ, પરાક્રમસિંહ, અક્ષયભાઇ તથા અશોકભાઇ સહિતે ભીસ્તીવાડમાં રહેતા ઇમરાન જાનમહંમદભાઇ મેણુ (ઉવ.૩૯), તેની બે પત્ની નજમા મેણુ (ઉવ.૩૩) અલ્કા ઉર્ફે ઓરીયા ઇમરાન મેણુ અને મિત્ર રીઝવાન જુમાભાઇ ચાનીયા (ઉવ.૩૩)ની ધરપકડ કરી હતી. ઇમરાન અગાઉ  વાયોટ, મારામારી, ધમકી અને જુગારના ગુનામાં પકડાઇ ચુકયો છે.

(3:15 pm IST)