Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ગુજરાત નાણાં ધિરધાર હેઠળના ગુનામાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર

રાજકોટ તા. ર૧: ગુજરાત નાણા ધિરધાર અધિનીયમ કલમ-પ, ૪૦, ૪ર વિગેરે કલમો હેઠળ અજયભાઇ મનુભાઇ ચાવડાને આગોતરા જામીન આપતા સેશન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે, આ કામના ફરીયાદી સુરેશભાઇ ઠાકરશીભાઇ સંખાવરા તથા આરોપીઓ (૧) અજયભાઇ મનુભાઇ ચાવડા (ર) ગૌરાંગભાઇ બાવાજી (૩) રાજભાઇ ધમલપરવાળા જેમાં આરોપી નં. ૩ ફરીયાદીના મિત્ર હોય ફરીયાદીને તથા આરોપીને નં. ૩ ને રૃપિયાની જરૃરત હોવાથી આરોપી નં. ૩ એ ફરિયાદીના મકાનની ફાઇલ ઉપર આરોપી નં. ૧ પાસેથી રૃપિયા ત્રણ લાખ અપાવેલ તે સમયે પોતે લખાણ કરી અને એક કોરો આર.ડી.સી. બેંક નો ચેક ફરીયાદીએ આરોપી નં. ૧ ને આપેલ બાદ ત્રણ લાખમાંથી ફરીયાદીએ દોઢ લાખ આરોપી નં. ૩ ને આપેલ બાદ એક લાખ રૃપિયા આરોપી નં. ૧ પાસેથી ફરીયાદીએ મેળવેલ બાદ દોઢ વર્ષના સમય દરમ્યાન આરોપી નં. ૧ ફરીયાદી પાસે વ્યાજ ઉઘરાણી કરતા રૃપિયા ૮૪,૦૦૦/- વ્યાજ પેટે આપેલ અને આરોપી નં. ર એ ફરીયાદીની મકાનની ફાઇલ પર રૃપિયા પાંચ લાખનું લખાણ કરાવેલ અને ચેક બુક લઇ લીધેલ બાદ આરોપી નં. ૧ નો ફરીયાદીને ફોન કરી લખાણ સમય પુરૃ થઇ ગયેલ હોય જેના બદલે નવું લખાણ રૃપિયા દસ લાખનું બળજબરીથી કરાવી લીધેલ તથા આરોપી નં. ૧ તથા ર ફરીયાદીના ઘરે જઇ બળજબરીથી રૃપિયા પાંચ લાખની ઉઘરાણી કરવા લાગેલ તથા પૈસા નહીં આપો તો ઘરને તાળા મારવાની અને ઘરનો કબજો લઇ લેવાની ધમકી આપેલ તથા ત્રણેય આરોપીઓ ફરીયાદના ઘરે અવાર નવાર આવી પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ કામના બાથરૃમમાં પડેલ એસીડ લઇ પાણી સાથે ભેળવી પી ગયેલ અને બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ હતી.

ફરીયાદીએ ફરીયાદ કરેલ જેની સામે ધરપકડથી બચવા માટે આ કામના અરજદાર/આરોપી અજયભાઇ મનુભાઇ ચાવડા એ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી એડવોકેટ શ્રી રાકેશભાઇ દોશી મારફત દાખલ કરેલ.

બંને પક્ષની દલીલો સાંભળી નામદાર કોર્ટે એવું તારણ આપ્યું કે, ફરીયઇાદીએ અરજદારને ૧૪ મહિના પહેલા કરી દીધેલછ સેલ ડીડ માટે ચુપ રહ્યા હતા જે રીતની ફરીયાદમાં આરોપો છે તે મુજબ ફરીયાદીએ ૧૪ મહિના દરમ્યાન કોઇ ફરીયાદ કરેલ નહીં. તેમજ અરજદારની દલીલ મુજબ આ કામની કલમો ટ્રાયબેલ બાય જયુડી. મેજી. કોર્ટ છે તેમજ ફરીયાદી ખતરાની બહાર નીકળી ગયેલ હોય. તેમજ અરજદાર પર તેના કુટુંબની જવાબદારી રહેલી હોય તેમજ નામદાર કોર્ટ જે શરતો ફરમાવશે તેનું પાલન કરવા બંધાયેલ છે. જેથી અરજદારની આગોતરા જામીન અરજી મંજુર શરતોને આધિન મંજુર કરવામાં આવેલ છે.

આ કામમાં અરજદાર અજયભાઇ મનુભાઇ ચાવડા તરફે એડવોકેટ શ્રી રાકેશભાઇ દોશી, ગૌતમ ગાંધી, વૈભવ કુંડલીયા રોકાયેલ હતા.

(3:11 pm IST)