Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

જેલમાં પેરોલ રજા પર ગયા બાદ ચાર વર્ષથી ફરાર કેદી ધર્મેન્દ્ર ઉર્ફે ધમો સાંગાણી પકડાયો

કુવાડવા પોલીસે હત્યાના કેદીને કુવાડવા ગામમાંથી દબોચ્યો

રાજકોટ તા.૧૭ : જીલ્લા જેલમાંથી પેરોલ રજા પર છુટયા બાદ ચાર વર્ષથી ફરાર આજીવન કેદની સજા ભોગવતા કેદીને કુવાડવા પોલીસે કુવાડવા ગામમાંથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે નાસતા ફરતા આરોપીઓ તથા વચગાળાના જામીન પરથી નાશી ગયેલા કેદીને પકડી પાડવા માટે સુચના આપતા કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.આર.હેરભા, હેડ કોન્સ. હિતેષભાઇ ગઢવી, કોન્સ. હરેશભાઇ સારદીયા, હિતેષ માલકીયા અને મહેન્દ્રભાઇ ગોવાણી સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે પીએસઆઇ એચ.આર. હેરભા, હિતેષભાઇ, મહેન્દ્રભાઇને મળેલી બાતમીના આધારે પડધરીના પાટી રામપરના અને હાલ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા ભોગવતા ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો પોપટભાઇ સાંગાણી (ઉ.૪૬)ને કુવાડવા ગામમાંથી પકડી લીધો હતો. કાલાવડમાં થયેલી હત્યાના કેસમાં ધર્મેન્દ્ર ઉર્ફે ધમાને આજીવન કેદની સજા પડી હતી તે ચાર વર્ષ પહેલા પેરોલ રજા પર ગયા બાદ તે ચાર વર્ષથી ફરાર હતો. કુવાડવા પોલીસે તેને પકડી લઇ કાર્યવાહી કરી હતી. 

(3:03 pm IST)