Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિનાં મહામંત્રી તરીકે પ્રતિમાબેન વ્યાસ

રાજકોટઃ અખીલ ભારતીય મહિલા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ શ્રી સુસ્મિતાદેવની સુચના અનુસાર ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા દ્વારા શ્રીમતિ પ્રતિમાબેન વ્યાસની નિમણુંક ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે. પ્રતિમાબેન રાજકોટ શહેર મહિલા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે રહી ચુકયા છે. આ ઉપરાંત ગુજરાજ પ્રદેશ મહિલા કોંગ્રેસનાં મહામંત્રી, જામનગર શહેર અને દ્વારકાના પ્રભારી તરીકે સફળ કામગીરી કરી ચુકયા છે. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતા બ્રહ્મસમાજ સંગઠનમાં પણ મહામંત્રી તરીકે કાર્યરત છે.

આ નિમણુંકને પ્રદેશ અગ્રણી ડો.હેમાંગભાઈ વસાવડા, અશોકભાઈ ડાંગર, પ્રદિપભાઈ ત્રીવેદી, જશવંતસિંહ ભટ્ટી, મહેશભાઈ રાજપૂત, જીતુભાઈ ભટ્ટ, હિતેશભાઈ વોરા, અર્જુનભાઈ ખાટરીયા, મુકેશભાઈ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહેલ, મુકુંદભાઈ ટાંક તથા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસનાં પ્રમુખ મનિષાબા વાળા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા હોદ્દેદારો પ્રફુલાબેન સોની, દિપ્તીબેન સોલંકી, હિરલબેન રાઠોડ, રાજકોટ શહેરના કોર્પોરેટર તથા સૌરાષ્ટ્ર સોશિઅલ મિડીયા ડિપાર્ટમેન્ટ રંજતભાઈ સંઘવી, ભાર્ગવભાઈ પઢિયાર, જીજ્ઞેશભાઈ વાગડીયા તથા રાજકોટ શહેર કોંગ્રેસ ફેન્ટલ સેલનાં ચેરમેન યુનુસભાઈ જુણેજા, આશિષસિંહ વાઢેર, સંજયભાઈ લખાણી, ભાવેશભાઈ ખાચરીયા, રોહિતભાઈ રાજપૂત, નરેશભાઈ સાગઠીયા, રાજુભાઈ આમરણીયા, અંકુરભાઈ માવાણી, નિલેશભાઈ વિરાણી, દિપકભાઈ કરચલીયા, કાળુભાઈ ચુડાસમા તથા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનાં મહેન્દ્રભાઈ શ્રીમાળી, ઘનશ્યામભાઈ મકવાણા, રાજુભાઈ માંડલિયા, સાગર દાફડા તથા બ્રહ્મસમાજનાં મહિલા હોદ્દેદારો પ્રજ્ઞાબેન વ્યાસ, જયોતિબેન વ્યાસ, રૃપલબેન વ્યાસ, દિપ્તીબેન રાવલ, કલ્પનાબેન જોષી, હર્ષાબેન મહેતા, સોનલબેન પંડયા વિગેરે હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.

(3:00 pm IST)