Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

દૂધસાગર રોડ હાઉસીંગના કવાર્ટરની અગાશી પરથી ૩૬ બોટલ દારૂ કબ્જે

થોરાળા પોલીસનો દરોડોઃ શાબીર અબાસીની શોધખોળ

રાજકોટ તા. ર૧: દૂધસાગર રોડ પર સોસાયટીના મકાનની અગાશી પરથી થોરાળા પોલીસે દારૂની ૩૬ બોટલ કબ્જે કરી છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી થોરાળા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. ડી. જાદવ, હેડ કોન્સ. બી. આર. વાસાણી, કનુભાઇ ઘેડ, આનંદભાઇ પરમાર, રોહીતભાઇ કછોટ, સહદેવસિંહ જાડેજા, નરસંગભાઇ ગઢવી, આશીષભાઇ દવે, દિપકભાઇ ડાંગર અને ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે હેડ કોન્સ. ભુપતભાઇ, રોહીતભાઇ તથા સહદેવસિંહને મળેલી બાતમીના આધારે દુધ સાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર આકાશદીપ શેરી નં. ૧ર બ્લોક નં. ૮૪ના મકાનની અગાશી પરથી રૂ. ૧૪૪૦૦ની કિંમતની દારૂની ૩૬ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે કરી તપાસ કરતા આકાશદીપ સોસાયટીના કવાર્ટરમાં રહેતો શાબીર ઇકબાલભાઇ અબ્બાસીનું નામ ખુલતા તેની શોધખોળ આદરી છે.

(4:17 pm IST)