Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

ગુરૂ દત્તાત્રેય સહકારી મંડળી દ્વારા ૧૪મી વખત સભાસદ ભેટ વિતરણ

રાજકોટઃ. શ્રી ગુરૂ દત્તાત્રેય શરાફી સહકારી મંડળી, સંત કબીર રોડ દ્વારા સભાસદોને ભેટ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. મંડળીની સ્થાપના પછી ૧૪મી વખત વિતરણ થઈ રહ્યુ છે. આ વખતે ઓછાડ, રજાઈ, ટુવાલ સેટ, વોટર જગ વગેરે પૈકી પસંદગીની વસ્તુ સભાસદોને શેર સર્ટીફીકેટ આધારીત મળવાપાત્ર છે. હવે પછીનું વિતરણ દિવાળી પછી ૧૦ નવેમ્બરે રવિવારે સવારે ૯.૩૦થી ૧૨.૩૦ સુધી મંડળીના કાર્યાલય ખાતે કરવામાં આવશે. વિતરણ દિવાળી પછી ૧ મહિના સુધી સમયાંતરે થતુ રહેશે. તેનુ સમયપત્રક કાર્યાલયના નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે. ગઈકાલે સંખ્યાબંધ સભાસદોએ વિતરણનો લાભ લીધો હતો. મંડળીના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાસિયા અને ઉપાધ્યક્ષ તરીકે ગોરધનભાઈ કાપડિયા છે. સંચાલક મંડળમાં (ડીરેકટર્સ) એસ.આર. પટેલ, જગદીશ લાઠીયા, જયેશ બોઘરા, જગદીશ લીંબાસિયા, છગનભાઈ રાબડિયા, કમલેશ પટેલ, મનસુખ વેકરીયા, શાંતાબેન વેકરીયા, હિનાબેન લીંબાસિયા, ધરમશીભાઈ નાથાણી અને પરસોતમભાઈ (બાબુભાઈ) વેકરિયાનો સમાવેશ થાય છે. વિતરણ વ્યવસ્થા જીતેશ ઢોલરિયા, દિપુલ વ્યાસ, વિજય બોરીચા, સાવન લીંબાસિયા, જગદીશ દવે, વિનોદ સીતાપરા વગેરે સંભાળી રહ્યા છે.

(4:17 pm IST)