Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કરિયાણામાં શ્રી કલ્યાણી માતાજી - શ્રી આપાબાપાના સાનિધ્યમાં કલ્યાણકા મહેતા ભટ્ટ પરિવાર દ્વારા ચંડીપાઠ યજ્ઞ-સ્નેહમિલન

ત્રીજી નવેમ્બરે જ્ઞાતિજનો ઉમટશે : ભોજન પ્રસાદનો લાભ લેશે

રાજકોટ તા.૨૧ : શ્રીસૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ કલ્યાણકા મહેતા ભટ્ટ પરિવાર દ્વારા બાબરા તાલુકાના કરિયાણામાં બિરાજમાન શ્રી કલ્યાણી માતાજી શ્રી આપાબાપાના સાનિધ્યમાં પંદરમાં ચંડીપાઠ યજ્ઞ તથા સ્નેહમિલન કાર્યક્રમનું તા.૩-૧૧-૧૯ને રવિવારે આયોજન કરાયુ છે.

અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના કરિયાણામાં બિરાજમાન શ્રી કલ્યાણી માતાજી શ્રી આપાબાપા સન્મુખ ચંડીપાઠ યજ્ઞનો તા.૩ને રવિવારે સવારે ૭ વાગ્યાથી પ્રારંભ થશે. સવારે ૧૦ વાગ્યે સ્નેહમિલન, બપોરે ૧૨-૩૦ વાગ્યે યજ્ઞમાં બીડુ હોમ તથા બપોરના ૧ વાગ્યે સ્વરૂચી ભોજન સમારંભ યોજાશે.

યજ્ઞના આચાર્યપદે ચંદ્રશંકર જયશંકર મહેતા (કરીયાણા) ઉપાચાર્ય દિપકકુમાર ચંદ્રશંકર મહેતા વિધિવિધાન પુર્વક યજ્ઞવિધિ કરાવશે.

યજ્ઞના યજમાન સ્વ. મનુભાઇ ભગવાનજીભાઇ ભટ્ટ પરિવાર શ્રીમતી વિણાબેન પરેશભાઇ ભટ્ટ, પરેશભાઇ મનુભાઇ ભટ્ટ (રાજસીતાપુર), રાજેન્દ્રભાઇ હરિભાઇ મહેતા, શ્રીમતી વનીતાબેન સુરજભાઇ મહેતા, સુરજભાઇ રાજેન્દ્રભાઇ મહેતા (અમદાવાદ), સ્વ.ભાનુશંકરભાઇ દલપતરામ મહેતા, શ્રીમતી વિભાબેન મહેશકુમાર મહેતા, મહેશકુમાર ભાનુશંકરભાઇ મહેતા (અમરેલી- કરિયાણા), લાભશંકર ડાયાલાલ મહેતા, શ્રીમતી રેખાબેન સુધાકરભાઇ મહેતા, સુધાકરભાઇ લાભશંકરભાઇ મહેતા (રાજકોટ), રશ્મીકાંતભાઇ કરશનભાઇ ભટ્ટ, શ્રીમતી ભુમીબેન જયોતીર્ધર ભટ્ટ, જયોતીર્ધર રશ્મીકાંતભાઇ ભટ્ટ (રાજકોટ), નટુભાઇ નરભેરામભાઇ મહેતા, માધવીબેન તુષારભાઇ મહેતા, તુષારભાઇ નટુભાઇ મહેતા (પોરબંદર) પરિવાર બિરાજશે અને ધાર્મિક કાર્યનો લાભ લેશે.

ચંડીપાઠ યજ્ઞ સ્નેહમિલન કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કલ્યાણી માતા સેવા સમિતિ કરિયાણા અમરેલીના પ્રમુખ કનુભાઇ બી. ભટ્ટ (અમરેલી) ઉપપ્રમુખ અરવિંદભાઇ ટી.મહેતા (ભાવનગર), માનદમંત્રી જયસુખભાઇ સી.મહેતા, સહમંત્રી ભરતભાઇ આર.મહેતા, ઘનશ્યામભાઇ એલ.મહેતા (અમરેલી), દિપકભાઇ એન.ભટ્ટ (રાજકોટ) પ્રફુલભાઇ જે.મહેતા (સુરત), મહેશભાઇ આર. મહેતા (મુંબઇ),મુંજાલભાઇ ડી.મહેતા (અમદાવાદ), નિતીનભાઇ પી.ભટ્ટ (ભરૂચ), મહેશભાઇ કે.મહેતા (જૂનાગઢ), દિપકભાઇ પી.મહેતા (ઘુઘરાળા), જનકભાઇ એન. મહેતા (રાજકોટ), મનસુખભાઇ એસ.મહેતા (ભાવનગર), વિનોદરાય કે. ભટ્ટ (ભાવનગર), ભોળાનાથ શાસ્ત્રી (વારતેજ), નિકુભાઇ એન.ભટ્ટ, કૌશિકભાઇ કે.ભટ્ટ, નરેન્દ્રભાઇ એમ. ભટ્ટ, તુષાર એમ.ભટ્ટ (રાજકોટ), યોગેશભાઇ પી.ભટ્ટ, હિંમતભાઇ બી.મહેતા, ભરતભાઇ ડી.મહેતા, પરેશભાઇ એન.મહેતા, વિપુલભાઇ કે.મહેતા (અમરેલી), કૌશિકભાઇ જી.ભટ્ટ (રાણસીકી), જગદીશભાઇ પી.મહેતા (બાબરા), ચંદ્રકાંતભાઇ એચ.મહેતા (લીંબડી), પંકજભાઇ પી.મહેતા (અમરેલી), હર્ષદભાઇ આર.ભટ્ટ (કોટડાપીઠા), હરેશભાઇ ડી.મહેતા (ભાવનગર), રમેશભાઇ જે.મહેતા (કરિયાણા), પુષ્કરભાઇ પી.ભટ્ટ (વડોદરા), યોગેશભાઇ એન.મહેતા (જેતપુર) સહિત જ્ઞાતિજનો જહેમત ઉઠાવે છે.

સમિતિ દ્વારા નકકી થયા મુજબ આપણા પરિવારની દિકરી લગ્ન કરીને સાસરે જાય તેને કુળદેવીમાં તથા આપાબાપાના આર્શીવાદ રૂપ ત્રાંબાની ગોળી (મામટ) આપવાનુ નકકી થયેલ છે તે મુજબ આ વર્ષમાં આપણા પરિવારની છ દિકરીઓને આ ભેટ અપાઇ છે. આ પરંપરા આગળ ચાલુ રહેવાની છે જેથી નકકી થયા મુજબ, આપણા પરિવારની દિકરીના લગ્ન નકકી થાય અને કંકોત્રી કુળદેવતા સમક્ષ મુકવા આવો ત્યારે મંદિરના પૂજારી શ્રી નર્મદાશંકર ડી.મહેતા પાસેથી મંદિરમાં જ આ ભેટ સ્વીકારી લેવી અને તેની નોંધ મંદિરના રજીસ્ટરમાં નામ સરનામા ફોનનંબર સાથે લખીને કરવી જરૂરી છે.

ગત વર્ષના યજ્ઞ પછી એટલે કે ૧૨-૧૧-૧૮ થી આપણા પરિવારમાં આવેલ પુત્રવધુઓને સ્નેહમિલન કાર્યક્રમમાં શ્રી માતાજી તથા શ્રી આપાબાપાના આશિર્વાદ સ્વરૂપે ત્રાંબાનો ગરબો આપી પરિવારમાં આવકાર આપવાનુ આયોજન કરેલ છે તો ૩-૧૧-૧૯ના કાર્યક્રમમાં તા.૧૨-૧૧-૧૮ થી આજ દિવસ સુધી જે પુત્રવધુઓ આપણા કલ્યાણકા મહેતા ભટ્ટ પરિવારમાં આવેલ હોય તેમને ત્રાંબાનો ગરબો આપી સત્કારાશે. લગ્ન થયેલ પુત્ર તથા પુત્રવધુઓના નામની વિગત માનદમંત્રી જયસુખભાઇ મહેતાને વહેલાસર લખાવી દેવા વિનંતી છે.

દર વર્ષે સ્નેહમિલનમાં યજ્ઞથી યજ્ઞના એક વર્ષના દરમિયાન કલ્યાણકા મહેતા ભટ્ટ પરિવારોમાં આવેલ પુત્રવધુઓને સત્કારવાનુ આયોજન ચાલુ રહેશે.

શ્રી કલ્યાણી માતા સેવા સમિતિ દ્વારા પરિવારની લગ્ત થતા સાસરે ગયેલ તમામ દિકરી બહેનોને આપણે વાર્ષિક કાર્યક્રમમાં નિમંત્રણ પાઠવી તે રીતે એકવાર સ્નેહમિલન આપયોજીત કરવાનુ વિચારાયુ છે. બહેન દિકરીઓના સરનામા મેળવવા દરેક પરિવારને પત્ર લખી ફોર્મ મોકલેલ છે. પરંતુ હજુ સુધી ૫૦૦ ઉપરાંત પરિવારમાંથી ફકત ૩૮ પરિવારે જ દિકરીઓની વિગત મોકલેલ છે. જેથી આ કાર્યક્રમ ભવિષ્યમાં સરસ રીતે થઇ શકે તે માટે બાકી રહેતા પરિવારો એ બહેન દિકરીઓના સરનામા જગદીશભાઇ પી.મહેતા બાબરાને વોટસએપ ઉપર અથવાનો જયસુખભાઇ સી.મહેતા અમરેલીને પત્ર મોકલી આપવા વિનંતી. તમામ બહેન દિકરીઓના સરનામા મળી જાય પછી ભવિષ્યમાં આ રીતે સ્નેહમિલનનો કાર્યક્રમ ગોઠવવાની સમિતિની નેમ છે.

વધુ માહિતી માટે શ્રી કલ્યાણી માતા સેવા સમિતિના માનદમંત્રી જયસુખભાઇ સી.મહેતા (મો.૯૯૭૪૦ ૨૨૨૫૪), અથવા સહમંત્રી ભરતભાઇ આર.મહેતા (મો.૯૮૨૪૨ ૨૭૨૦૯) ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(4:16 pm IST)