Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

દિવાળી આવી દિવાળી, ચાલો કરીએ ખરીદીવાળી : બજારોમાં ભીડ

રાજકોટ તા. ૨૧ : દિવાળી આવે એટલે સૌ કોઇના ચહેરા ખુશીઓથી મલકાઇ ઉઠે. આ તહેવારમાં નાની કે મોટી ખરીદી ન કરીએ ત્યાં સુધી ઉજવણી સાર્થક ન લાગે. એટલે જ બજારોમાં છેલ્લા દિવસોની ભીડ જામવાની શરૂ થઇ ચુકી છે. ખાસ કરીની કપડાની બજાર, બુટ ચપ્પલની બજાર,  ફર્નીચર અને રાચરચીલી વસ્તુઓની બજારમાં ઘરાકી જોવા મળી રહી છે. સાવ દિવાળીની નજીકના દિવસોમાં મુખવાસ, ડ્રાઇફ્રુટ અને મીઠાઇની ખરીદી જોવા મળશે. તસ્વીરમાં ખિસ્સામાં વજન હોય તે પ્રમાણેની ખરીદીમાં મશગુલ માનવ મહેરામણ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:16 pm IST)