Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

બજારોમાં દિવાળીની સફાઇ ઝૂંબેશઃ ગંદકી માટે ર૧ વેપારીઓને ૧૦ હજારનો દંડ

ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, ત્રિકોણ બાગ, દિવાનપરા, દરજીબજાર, બંગડી બજાર, લાખાજીરાજ રોડ પર સવારે સઘન સફાઇ કરાઇઃ પદાધિકારીઓએ શેરી-ગલીમાં ફરીને ચેકીંગ કર્યુઃ સફાઇ કર્યા પછી રોડ પર કચરો ફેંકનારા વેપારીઓ દડંયા

રાજકોટ તા. ર૧ : દિવાળીના તહેવારો નીમીતે શહરેના જુના વિસ્તારોની બજારોમાં ં આજે સવારે મ્યુ.કોર્પોરેશન દ્વારા ખાસ સઘન સફાઇ ઝૂંબેશ હાથધરી હતી  આ દરમિયાન સફાઇ થયા બાદ રોડ ઉપર કચરો ફેકનારા ર૧ વેપારીઓને કુલ૧૦,પ૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.       

આ અંગે તંત્રની સતાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે હાલ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી, મોડે સુધી બજારો ખુલી હોય તેમજ આ સમય દરમ્યાન લોકોની ખુબ અવર જવર રહેતી હોય જેને કારણે જુના રાજકોટમાં શહેરના ખુબ જાણીતા વિસ્તાર એવા એવા ધર્મેન્દ્ર રોડ, દ્યી કાટા રોડ, પરા બજાર, ત્રિકોણ બાગ, લાખાજીરાજ મેઈન રોડ, દિવાનપરા, રદ્યુવીર પરા, કબાગાંધીના ડેલાવાળી શેરી, બંગડી બજાર, જૂની દરજી બજાર, બદ્રી પ્રેસવાળી શેરી, લાખાજીરાજ શાક ર્મોટ, દિવાનપરા પોલીસ ચોકી પાસે વિગેરે વિસ્તારમાં સઘન સફાઈ ઝુંબેશ યોજવામાં આવી. આ  વિસ્તારમાં ગંદકી અને કચરાના નિકાલ માટે  સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી અને આ સફાઈ ઝુંબેશ દરમ્યાન કુલ ૨૧ વેપારીઓ પાસેથી રૂ.૧૦,૫૦૦ નો દંડ પણ વસુલ કરેલ.

આ સફાઈ ઝુંબેશ વખતે મેયર બિનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકર, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, માર્કેટ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા તથા આરોગ્ય અધિકારી ડો. પી.પી. રાઠોડ, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર વિગેરે ઉપસ્થિત રહેલ.

(4:14 pm IST)