Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

જંકશન રોડ પર કચરો વિણતી વખતે કરંટ લાગતા અજાણ્યા યુવાનનું મોત

રાજકોટ તા.ર૧ : શહેરના જંકશન મેઇન રોડ પર આવેલી જીલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમની કચેરીની પાછળ કરંટ લાગતા અજાણ્યા યુવાનનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ જંકશન મેઇન રોડ પર આવેલી જીલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમની ઓફીસની પાછળ અવાવરૂ જગ્યામાં એક ૪પ વર્ષનો અજાણ્યો યુવાન કચરો વિણતો હતો ત્યારે તેને કરંટ લાગતા બેભાજ થઇ જતા કોઇએ જાણ કરતા ૧૦૮ ના ઇએમટી નયનભાઇ પટેલે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના એએસઆઇ કનુભાઇ તથા રાઇટર વીમલબેને તેના વાલીવારસની શોધખોળ આદરી છે. મૃતક યુવાને બ્યુ-લીંલી લાયનીંગ વાળો શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલ છે જો કોઇ આ યુવાનના વાલી વારસ હોઇ તો પ્ર.નગર પોલીસમથક ફોન નંબર ૦ર૮૧-ર૪૪૬૦પપ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:55 pm IST)