Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકની મુલાકાતે નાબાર્ડના સિનીયર અધિકારીઓ

રાજકોટ  : શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-અપોરેટીવ બેંક લી. ના જનરલ મેનેજર શ્રી વી.એમ. સખીયાએ યાદીમાં જણાવ્યા મુજબ ખેડૂત અગ્રણી વિઠલભાઇ રાદડિયાના સુદ્રઢ વહીવટથી શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે. બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાના કુશળ વહીવટ હેઠળની શ્રી રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંક લી.ની વિવિધ કામગીરીઓના અભ્યાસ અર્થે નાબાર્ડ-અમદાવાદના સી.જી.એમ. શ્રી ડી.કે. મિશ્રા તથા એ.જી.એમ. શ્રી આશા ચાંદ્રા બેંકની મુલાકાતે આવેલ. મુલાકાત દરમ્યાન બેંકના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મેનેજીંગ ડિરેકટરશ્રી ઘનશ્યામભાઇ  ખાટરીયા તથા બેંકના જનરલ મેનેજર/સી.ઇ.ઓશ્રી વી.એમ. સખીયાએ બેંકના પેરામીટર તથા બેંકની વિવિધ કામગીરીઓની જાણકારી આપેલ, જેમાં બેંકના ડિરેકટરશ્રી અરવિંદભાઇ તાગડીયા, મગનભાઇ ઘોણીયા, ડો. ડાયાભાઇ પટેલ, શ્રી વિરભદ્રસિંહ જાડેજા, શ્રી અમૃતલાલ વિડજા અને બેંકના સીનીયર મેનેજરશ્રીઓ હાજર રહેલ હતા. શ્રી મિશ્રા બેંકની કામગીરીથી પ્રભાવીત થયા હતાં.

(3:52 pm IST)