Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

કૌટુંબીક ભત્રીજી ઉપરના બળાત્કાર કેસમાં આરોપી કાકાના જામીન રદ કરવાની અરજી રદ

રાજકોટ તા.૨૧: કૌટુંબીક ભત્રીજી પર બળાત્કાર કરવા અંગે પકડાયેલ કાકાએ ગુજરાત હાઇકોર્ટના શરત ભંગ કરતા ભત્રીજાએ કાકાના જામીન રદ કરવા સેશન્સ અદાલતમાં અરજી કરતા સેશન્સ અદાતલે કૌટુબીક ભત્રીજીએ કરેલ અરજી રદ કરતો હુકમ ફરમાવેલ હતો.

રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ પર રહેતી ફરીયાદી કૌટુંબીક ભત્રીજી પરણીત સ્ત્રી સાથે બળાત્કાર કરવા સબબ ફરીયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં આ કામના આરોપી યોગેશ ભીખુ કાશીરામની સામે ફરીયાદ થતા ધરપકડ પોલીસે કરતા જામીન અરજી સેશન્સ અદાલતમાં કરતા નામ.અદાતલે જામીન ઉપર છોડવા હુકમ કરેલ હતો.

આ હુકમ સામે ફરીયાદી કૌટુંબીક ભત્રીજીએ હાઇકોર્ટમાં જામીન રદ કરવા રીવીઝન દાખલ કરતા નામ.હાઇકોર્ટ સમક્ષ રીવીઝન ચાલવા પર આવતા હાઇકોર્ટે એવો હુકમ કરેલ કે ભોગબનનાર એટલે ફરીયાદીની જુબાની ટ્રાયલ કોર્ટમાં ન થાય ત્યાં સુધી રાજકોટ શહેરમાં રહેવું નહી કે આવવું નહી તેવો હુકમ કરેલ.

આ કામમાં આરોપીની પત્નિને બી.પી, ડાયાબીટીસની બીમારી હોય રાજકોટ મુકામે પોતાના ફેમીલી ડોકટર પાસે આરોપી તેણીની પત્નિને રાજકોટ લાવેલ જે અંગે ફરીયાદીને જાણ થતા ફરીયાદીએ રાજકોટ શહેરમાં પ્રવેશ કરેલ છે તે અંગે મોબાઇલ પર લીધેલ ફોટાઓ રજુ કરી સેશન્સ કોર્ટમાં આરોપીની જામીન રદ કરવા અને હાઇકોર્ટના હુકમનું પાલન ન કરેલ હોય. અરજી કરતા જે અરજી ચાલવા પર આવતા ફરીયાદીની અરજી સેશન્સ  કોર્ટે રદ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે ફરીયાદણ તથા આરોપી કાકા-ભત્રીજા થાય છે આરોપી ભુવા હોય ફરીયાદીના પતિનો ધંધો સરખો ચાલતો નહી આર્થિક મંદી ચાલતી હોય જેને કારણે આર્થિક ભીશમાં આવતા ફરીયાદીએ આરોપીને દાણા જોવા તથા જોસ જોવડાવવા અને ધાર્મિક વિધી કરવાનું કહેતા આરોપીએ આજથી ત્રણ મહિના પહેલા ફરીયાદીને પોતાની ઘરે બોલાવી એકાંતમાં વિધી કરવી પડશે તેવું કહી આરોપીના કવાર્ટરમાં ફરીયાદણને બોલાવી ધાર્મિક વિધી કરવાના બહાને બળજબરીપૂર્વક બદકામ કરેલ. જે અંગે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કામમાં આરોપી વતી એડવોકેટ રોહિતભાઇ ધીપા રોકાયા હતા.

(3:51 pm IST)