Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન હેઠળ યોજાશે વિવિધ કાર્યક્રમોઃ સંકલન વર્કશોપ યોજાયો

જીલ્લા કલેકટર રેમ્યા મોહનની સીધી દેખરેખ હેઠળ દરેક શહેર-તાલુકામાં કાર્યક્રમો થશ

રાજકોટઃ ભારત સરકાર દ્વારા દિકરીના જન્મને પ્રોત્સાહન આપવા અને ગર્ભ પરિક્ષણ તથા જાતીય પરિક્ષણ અટકાવવા તેમજ દિકરીની સુરક્ષા-સલામતિ વધારવા, દિકરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધારવા બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન અમલમાં મુકાયું છે. તે અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી વિભાવરીબેન દવેની સુચનાથી રાજકોટ જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા આ અભિયાનનો અસરકારક અમલ થાય તે માટે વિવિધ કચેરીઓ, સંસ્થાઓ, કેન્દ્રો, બિનસરકારી સંસ્થાઓના સંકલન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જીલ્લામાં મંજુર થયેલ એકશન પ્લાન મુજબ આગામી સમયમાં દરેક શહેર, તાલુકમાં બેટી બચાઓ, બેટી પઢાઓ હેઠળ કાર્યક્રમો યોજવા આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહનની સીધી દેખરેખ હેઠળ આ યોજના અંતર્ગત કાર્યક્રમો યોજાશે. સંકલન વર્કશોપને સફળ બનાવવા મહિલા અને બાળ અધિકારી ડો. જનકસિંહ ગોહિલ, દહેજ પ્રતિબંધક અધિકારી કિરણબેન મોરીયાણી, ફિલ્ડ ઓફિસર ભાવેશભાઇ પરવાડીયા, વિસ્તરણ અધિકારી એમ. કે. ચાવડા, મહિલા શકિત કેન્દ્રના નિધીબેન અધ્વર્યુ, અસ્મીતાબેન ગઢીયા, જેવીનાબેન માણાવદરીયા, સખી વન સ્ટોપના યાસ્મીનબેન ઠેબા, વનીતાબેન ચોૈહાણ સહિતે જહેમત ઉઠાવી હતી.

(1:12 pm IST)