Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સિંગતેલ હેલ્થ માટે ખૂબ જ ઉપયોગીઃ પ ટકા પણ વપરાશ વધે તો ખેડૂત અને ખેતીને ખૂબ ફાયદો થાય

'સોમા'ના પ્રમુખ સમીરભાઇ શાહ કહે છે ..સરકારે તલ, રાયડો, કોપરેલ, મગફળી, તેલનો વપરાશ વધે તે માટે પ્રયાસો હાથ ધરવા જોઇએઃ 'સોમા'દ્વારા મગફળીના પાકના અંદાજો જાહેરઃ ૩૦ લાખ ટન ઉત્પાદન થશેઃ ગત વર્ષ કરતા બમણું

સોમાના પ્રમુખ સમીરભાઇ શાહે મગફળીના પાક પાણીની વિગતો આપી હતી તે સમયની તસ્વીર. તસ્વીરમાં શ્યામભાઇ શાહ તથા ઉદ્યોગપતિ ડાયાલાલ કેસરીયા પણ તસ્વીરમાં નજરે પડે છે(તસ્વીરઃસંદિપ બગથરીયા)

રાજકોટ, તા.૨૧: સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસીએશન 'સોમા'ના પ્રમુખ સમીરભાઇ શાહે જણાવ્યું છે કે, સમગ્ર ગુજરાતમાં ૧૫.૫૨ લાખ હેકટરમાં મગફળીનુ ખેડૂતોએ વાવેતર કર્યુ હતું. આ સાલ મેઘરાજાએ ખૂબ જ મહેર કરતા હોબેશ ઉત્પાદન આપ્યું છે. અને ગત સાલ કરતા આ ઉત્પાદન બેવડાઇ ગયું છે. જે આકડો ૩૦.૧૯ લાખ ટન નજીક આવી જશે. આવુ ઉત્પાદન છેલ્લા કેટલાય વર્ષોથી આવ્યુ ન હતુ. ખાદ્યતેલનો કુલ વપરાશ ૨૫૦ લાખ ટન છે. એમાં સીંગતેલનું ઉત્પાદન ૮ લાખ ટન છે જેમાં ગુજરાતનો વપરાશ ફકત ર થી રાા લાખ ટન છે. જે સાવ નગણ્ય છે. અમોએ પી નટ કાઉન્સીલની માગણી કરી છે. સીંગતેલ માટે કુપ્રચાર બહુ જ સારો થયો છે. પણ સીંગતેલ હેલ્થ માટે ખુબ જ ઉપયોગી છે. જો હાલના વપરાશમાં પ ટકાનો વધારો થાય તો ખેડૂત અને ખેતીને ખૂબ જ ફાયદો થાય એમ છે. સરકારે તલ, રાયડો, કોપરેલ, મગફળીના તેલનો વપરાશ વધે એ માટે પ્રયાસો હાથ ધરવા જોઇએ.

તેમણે જણાવ્યુ હતુ કે, પાક પાણીના ચિત્રમાં ચાલુ સાલ ગુજરાતમાં સરેરાશ વીઘે ૧૫.૩૩ મણનો ઉતારો આવવાની અને વર્ષ દરમિયાન ૩૦.૧૯ લાખ ટન મગફળીનો પાક થવાનો અંદાજ રજુ કરવામાં આવ્યો હતો. આ વર્ષે મગફળીના ઉત્પાદન થકી દેશમાં ૧૩૫ અબજની રેવન્યુ જનરેટ થશે. લોકો સાઇડ તેલનો વપરાશ ઘટાડીને મગફળીના તેલનો વધુ વપરાશ કરી ફકત પ ટકાનોય વધારો થાય તો સરકારે ટેકાના ભાવે કયારેય ખરીદી  કરવી પડે એમ નિર્દેશ કર્યો હતો.

સોમાના પ્રમુખ સમીર શાહે જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાં ૧૫.૫૨ લાખ હેકટરમાં મગફળીનું ખેડૂતોએ વાવેતર કર્યુ હતું. આ સાલ મેઘરાજાએ ખુબ જ મહેર કરતા હોબેશ ઉત્પાદન આવ્યું છે. અને ગત સાલ કરતા આ ઉત્પાદન બેવડાઇ ગયું છે. જે આકડો ૩૦.૧૯ લાખ ટન નજીક આવી જશે. આવુ ઉત્પાદન છેલ્લા કેટલાય વર્ષોથી આવ્યુ નહતું. દેશમાં ખાદ્યતેલનો કુલ વપરાશ ૨૫૧૦ લાખ ટન છે.

તેમણે કહ્યું હતું કે, આ વર્ષે જીલ્લા પ્રમાણે

રાજકોટ     ૧.૭૬ લાખ ટન

અમરેલી     ૨.૧૧લાખ ટન

ભાવનગર   ૧.૯૨ લાખ ટન

જામનગર   ૨.૯૫ લાખ ટન

દેવભૂમિ દ્વારકા      ૩.૨૦ લાખ ટન

જૂનાગઢ     ૫.૨૮ લાખ ટન

ગિર સોમનાથ       ૨.૦૬ લાખ ટન

પોરબંદર    ૧.૭૬ લાખ ટન

મોરબી      ૦.૭૦ લાખ ટન

સુરેન્દ્રનગર  ૦.૩૬ લાખ ટન

કચ્છ        ૦.૫૩ લાખ ટન મગફળી પાકશે. તેઓએ ઉમેર્યુ હતુ કે, આપણા દેશમાં ૧૦૦થી ૧૨૦ લાખ ટન તેલની જે ખાદ્ય રહે છે. તેની સામે આપણે ૧૫૦ થી મેટ્રીક ટન ખાદ્ય તેલ આયાત કરીએ છીએ. જે ક્રમશઃ ઘટાડવામાં આવે તો આર્થિક મંદી આપોઆપ અદ્રશ્ય થઇ જશે. અહીંના ખેડૂતોને આર્થિક લાભ થશે. મગફળી અને સિંગદાણાની પ્રોડકટ વધારવાની નીતિને પ્રોત્સાહન આપવાની હિમાયત કરી તેઓએ આ વર્ષે મગફળીના રેકર્ડ બ્રેક ઉત્પાદનથી સૌરાષ્ટ્રની આર્થિક સ્થિતિને વધુ મજબુત બનાવી શકાશે તેવી આશા વ્યકત કરી હતી.

સોમાએ આ જાહેરાત કરી તે સમયે ઉદ્યોગપતિ શ્યામભાઇ શાહ, ડાયાલાલ કેસરીયા તથા સુરેશ કનેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતાં.

(11:55 am IST)