Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની પાસામાં સદીઃ ૧૦૦ ઇસમો જેલ ભેગા

રાજકોટ તા. ૨૧: શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સતત અસામાજીક તત્વો સામે પાસાનું શસ્ત્ર ઉગામી રહ્યા છે. આ વર્ષમાં તેમણે ૧૦૦ અસામાજીક તત્વોને પાસા તળે જુદી-જુદી જેલમાં ધકેલી દઇ અણનમ સદી ફટકારી દીધી છે.  જાણવા મળ્યા મુજબ મારામારી, ચિલઝડપ, લૂંટ, વાહનચોરી, ઘરફોડ ચોરી, છેતરપીંડી, ગેરકાયદે હથીયાર, મોબાઇલ ચોરી સહિતના ગુનાઓમાં સંડોવાઇ ચુકેલા ૭૨ શખ્સોને અને દારૂના ગુનામાં સામેલ ૨૮ શખ્સોને આ ૨૦૧૯ના ઓકટોબર માસ સુધીમાં પાસામાં ધકેલી દીધા છે. આ આંકડો ૧૦૦ થઇ ગયો છે. જે તે વિસ્તારમાં રહેણાંક ધરાવતાં આવા શખ્સોને પાસામાં ધકેલવાની દરખાસ્તો પીસીબી મારફત થાય છે અને પોલીસ કમિશનર દરખાસ્ત મંજુર કરી વોરન્ટ ઇશ્યુ કરે એ પછી જે તે પોલીસ મથકના પી.આઇ. અને ટીમ દ્વારા વોરન્ટની બજવણી કરી પાસા તળે અલગ-અલગ જેલમાં ધકેલી દેવાની કાર્યવાહી થાય છે. પીસીબીના પી.આઇ. એસ. એન. ગડ્ડુ,  હેડકોન્સ. રાજેન્દ્રકુમાર દહેકવાડ, શૈલેષભાઇ રાવલ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામી સહિતના પાસા દરખાસ્તની કામગીરી કરે છે.

(11:54 am IST)