Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજકોટમાં ગુરુવારે 4 વોર્ડ તથા શુક્વારે 3 વોર્ડમાં પાણી વિતરણ બંધ રહેશે

વાલ્વ મુકવાની કામગીરી સબબ અને પાઈપ લાઈન અને વાલ્વ ફિટિંગની કામગીરીનાં કારણે વોર્ડ નં.7,11,12,13,14,17 તથા 18નાં અડધા વિસ્તારોમાં પાણી વિતરણમાં થશે અસર

રાજકોટ : શહેરમાં ગુરુવારે 4 વોર્ડ અને શુક્રવારે 3 વોર્ડના અડધા ભાગોમાં પાણી વિતરણ બંધ રહેશે . તેમ રાજકોટ મનપાનાં વોટર વર્કસ શાખા દ્વારા જાહેરાત કરાઈ છે .

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકાના વોટર વર્કસ , સેન્ટ્રલ ઝોન , અંતર્ગત ભાદર ડેમની નજીક લીલાખા તેમજ ગોમટા ગામ પાસેની મેઇન લાઇન તથા ગોંડલ અને રીબડાની વચ્ચે ગોલ્ડન સિટી તથા ગેલેક્સી પમ્પ પાસે ૯૦૦ એમ.એમ.ની મેઇન લાઇન તેમજ ગોંડલ રોડ પર આવેલા એસ.ટી. વર્કશોપની સામે ૯૦૦ એમ . એમ . સાઇઝનો બટરફલાય વાલ્વ મુકવાની કામગીરી સબબ ગુરુવારે તા .23  ના રોજ ગુરુકુળ હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં .7 , 13 , 14 અને 17 ના અમુક ભાગોમાં પાણી વિતરણ ઠપ્પ રહેશે . જ્યારે શુક્રવારે તા . 24નાં રોજ સ્વાતિ પાર્ક હેડ વર્કસ હેઠળ આવતા વોર્ડ નં .11 , 12 અને 18 ના અડધા વિસ્તારોમાં પાણી કાપ રહેશે . પાઈપ લાઈન અને વાલ્વ ફિટિંગની કામગીરી કરવાની હોવાથી શહેરના ઉપરોક્ત 7 વોર્ડમાં આંશિક રીતે પાણી કાપ રાખવા નિર્ણય કરાયો છે . શહેરીજનોએ તેની નોંધ લેવા મનપા તંત્રની યાદીમાં જણાવાયુ છે

(9:54 pm IST)