Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

શાસ્ત્રી ટાઉનશીપમાં ગણેશ મહોત્સવ

ગણેશ મિત્ર મંડળ દ્વારા લાલ બહાદુર શાસ્ત્રી ટાઉનશીપ રેલનગર ખાતે ગણેશ મહોત્સવનું આયોજન કરાયુ હતુ. દરરોજ આરતી પૂજા અને સાંસ્કૃતિ કાર્યક્રમ યોજવામાં આવતા. દાંડીયા રાસ, ૧૦૮ દીપમાળા, છપ્પનભોગ, સત્યનારાયણની કથા, બાળકો માટે રંગપૂર્ણી હરીફાઇ સહીતના કાર્યક્રમો થયેલ. આ મહોત્સવ દરમિયાન ભાજપ શાસક પક્ષના નેતા અને પૂર્વ ડે. મેયર તેમજ વોર્ડ નં. ૧૮ ના કોર્પોરેટર વિનુભાઇ ધવા, ભાજપના દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં. ૩ ના ભાજપના કોર્પોરેટર હેમુભાઇ પરમાર, ભાજપ યુવા મહામંત્રી પરાગભાઇ કોટક, ભાજપ મહામંત્રી હિતેશભાઇ રાવલ, ભાજપ યુવા ઉપપ્રમુખ સતિષભાઇ ગમારા, ગુજરાત કોંગ્રેસ મહિલા મોરચાના પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પૂર્વ કોંગ્રેસ કોર્પોરેટર દીલીપ આસવાણીએ ઉપસ્થિત રહી આરતી દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા મુખ્ય આયોજક જીતેન્દ્રભાઇ રાવલ તેમજ પ્રવિણભાઇ ગોગીયા, અરવિંદભાઇ ગોગીયા, વિનોદભાઇ ચૌહાણ, ભાવેશભાઇ રાજા, સહ આયોજક જીજ્ઞેશભાઇ પરમાર, નવીનભાઇ પાટડીયા, મયુર અડાલજા, પ્રવિણ પરમાર, મહેશભાઇ કકકડ, પ્રશાંત ગોહેલ, મહેશભાઇ પરમાર, પ્રવિણભાઇ ચાવડા, નયનભાઇ પરમાર વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(4:06 pm IST)