Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

બોગસ ફીંગર પ્રિન્ટ કૌભાંડમાં સંડોવાયેલ રપ સસ્તા અનાજના દુકાનદારો અંગે ફરી સુનાવણી

બપોર ર વાગ્યા બાદ વિગતો જાહેર થવાની શકયતા : તમામ સામે તોળાતા આકરા પગલા

રાજકોટ, તા. ર૧ :  અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી લીધેલા બોગસ ફીંગર પ્રિન્ટ કૌભાંડમાં રાજકોટ પુરવઠા તંત્ર હેઠળ આવતા શહેર-જીલ્લાના રપ જેટલા સસ્તા અનાજના દુકાનદારોની સંડોવણી ખુલી હતી, જેમાં રાજકોટના ૪ તથા બાકીના જેતપુર-ત્રંબા-સરધારના હોવાનું બહાર આવ્યું હતું, આ પછી તત્કાલીન ડીએસઓશ્રી પૂજા બાવડાએ આ લોકોના લાયસન્સ સસ્પેન્ડ કરી કેસ ચલાવવાનું શરૂ કર્યુ હતું, પરંતુ ત્યા તેમની બદલી થતા અને નવા ડીએસઓ શ્રી માંગુડા મુકાતા તેમણે ચાર્જ સંભાળ્યા બાદ ઉપરોકત તમામ રપ દુકાનદારોને નોટીસ ફટકારી ફેર સુનાવણી આજે હાથ ધરી છે, પુરવઠાની કચેરીમાં બીજા માળે દુકાનદારો ઉમટી પડયા હતા, ડી.એસ.ઓ.એ પત્રકારોને જણાવેલ કે બપોર ર વાગ્યા બાદ વિગતો જાહેર થવાની શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે રપમાંથી મોટાભાગના દુકાનદારો સામે આકરા પગલા તોળાઇ રહ્યા છે, આકરો દંડ કરાય તેવા નિર્દેશ મળી રહ્યા છે. 

(3:46 pm IST)