Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કાળીપાટના ચર્ચાસ્પદ ડબલ મર્ડર કેસનો ચુકાદો ટૂંક સમયમાં

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ તાલુકાના કાળીપાટ ગામે તા. ૧૦-૭-ર૦૧૧ ને રવિવારે સાંજે ખેલાયેલ લોહીયાળ ધીંગાણામાં એક પક્ષે બે યુવકોના મૃત્યુ નિપજયા હતાં. જયારે બીજા પક્ષે કેટલાકને ઇજા થઇ હતી.

ઉપરોકત બનાવની સામસામી ફરીયાદો રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી. આ ઘટનામાં મર્ડર કેસમાં કુલ ૧૦ આરોપીઓ સામે જયારે બીજા પક્ષે ૩ર૩, ૩ર૪, મુજબ બે મૃત્યુ પામનાર સહિત કુલ ૯ આરોપીઓ સામે ચાર્જશીટ ફાઇલ થઇ હતી. રાજકોટ સેશન્સ કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા ઉપરોકત બંને કેસો ઘણા જ કાનુની દાવપેચો અને કાયદાકીય આટીઘુટીઓમાં ઘેરાયેલ. આ કેસ ૧૦ વર્ષ જેટલો સમય ચાલેલ હોય ઉપરોકત કેસમાં બન્ને પક્ષે પુરાવાઓ તથા લેખિત - મૌખીક ધારદાર દલીલો સાથે વડી અદાલતોના ચુકાદાઓ રજૂ કરવામાં આવેલા.

ઉલ્લેખનીય છે કે આ કેસના આરોપીઓ લાંબા સમયથી જેલમાં છે. કોર્ટમાં બન્ને પક્ષે પુરાવાઓ પુર્ણ થઇ જતા હવે ટૂંક સમયમાં સેશન્સ કોર્ટ આ કેસનો આખરી ચુકાદો જાહેર કરે તેવી સંભાવના રહેલી છે. 

(3:46 pm IST)