Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રવિવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે

એક દિવસીય નિઃશુલ્ક ઓશો અભિનવ સન્યાસ દિવસ ધ્યાન શિબિર હૃદયાંજલી-પુષ્પાંજલી નવ સન્યાસ ઉત્સવ

આયોજકઃ સ્વામી સત્ય પ્રકાશ, સંચાલકઃ ડો. સંગીતા દેવાણી (માં ધ્યાન લીલા) ડો. રમેશભાઇ દેવાણી (સ્વામી ધ્યાન અશોક), કાર્યક્રમ સંચાલીકા પૂર્વીદીદી (માં પ્રેમ સુરંજના) : નિર્વાણ ઓશો સન્યાસી ઉત્તમભાઇ શાંતિલાલ ગાંધી (સ્વામીજ્ઞાન નિવેદ) ને હૃદયાંજલી પુષ્પાંજલી : ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો ઓશો પોતે સન્યાસ આપે છે તે દુર્લભ વિડીયો સી.ડી. દર્શાવવામાં આવશેઃ નવા મિત્રો યાદગાર દિવસે ઓશોના સન્યાસ ધારણ કરશે.

રાજકોટઃ ર૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર નિયમીત છેલ્લા ૩૬ વર્ષોથી અવાર નવાર શિબિરનું, સન્યાસ ઉત્સવોનું, સંતવાણીનું, મૃત્યુ ઉત્સવનું આયોજન તથા સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા કરવામાં આવે છે.

હિમાચલ પ્રદેશના મનાલીમાં એક સાધના શિબિરનું આયોજન રર સપ્ટેમ્બર-૧૯૭૦ થી તા.પ ઓકટોબર-૧૯૭૦ દરમ્યાન ઓશોના સાનિધ્યમાં રાખવામાં આવ્યું હતું, શિબિર દરમ્યાન ઓશોએ ક્રાંતિના એક નવા કદમની ઘોષણા કરી અને તે 'અભિનવ સન્યાસ' ભારતીય સંસ્કૃતિનું અમરવેલનું પુષ્પ તે સન્યાસ છે. અને આ મહામુલુ કુલ બચાવી લેવું જોઇએ, એવી ભાવના પ્રગટ કરી પરિણામ સ્વરૂપ તેમની આ અભિલાષાને ત્યાં હાજર રહેલામાંથી ર૧ જેટલા ભાઈ-બહેનોએ ઝીલી ર૬ સપ્ટેમ્બરે નવ સન્યાસ ધારણ કર્યો, જેથી કરીને ઓશો જગતમાં નવ  સન્યાસ દિવસ શિબિર દ્વારા ઉજવવામાં આવે છે.

 તા.ર૬ સપ્ટૅમ્બરને રવિવાર ના રોજ હર સાલની માફક આ વર્ષે પણ સ્વાનિ સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા એક દિવસીય નિઃશૂલ્ક ઓશો અભિનવ સન્યાસ ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, શિબિરની રૂપરેખા આ  પ્રમાણે છે, સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન (આ ધ્યાન છેલ્લા ૩૬ વર્ષોથી એકપણ દિવસ ચુકાયા વગર ઓશો સત્ય  પ્રકાશ ધ્યાન મંદિર પર નિયમીત કરવામાં આવે છે.) સવારે ૭-૧૫ થી ૮ બ્રેકફાસ્ટ, સવારે ૮-૩૦ થી બપોરે ૧ વાગ્યા દરમ્યાન ગુરૂવંદના તથા ઓશોના વિવિધ ધ્યાન -યોગ, બપોરે ૧ થી ૩ દરમ્યાન મહા પ્રસાદ (હરિહર) તથા વિશ્રામ બપોરે ૩ થી રાત્રીના ૮-૩૦ દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન  પ્રયોગો, ચા-પાણી નિર્વાણ ઉત્તમભાઇ ગાંધી (સ્વામિ જ્ઞાન નિર્વેદ) સાથેના સંસ્મરણો શેર કરશે. સ્વામિ સત્ય  પ્રકાશ, ઉત્મભાઇના પત્ની માં ક્રિષ્ના ચેતના (હેમલતાબેન) તથા પુત્ર ધ્યાન અનુરાગ (સાગર) તથા મીત્ર મંડળ - ઓશો સન્યાસ આપે છે તે દુર્લભ વિડીયો સી.ડી. દર્શાવવામાં આવશે, સંધ્યા સત્સંગ નવા મિત્રો નવ સન્યાસ લેશેે. શિબિર બાદ રાત્રે ૮-૩૦-મહાપ્રસાદ 

નિર્વાણ ઓશો સન્યાસી સ્વામિ જ્ઞાન નિર્વેદ (ઉત્તમભાઇ ગાંધી) હાલમાં કોરોના કાળમાં નિર્વાણ પામ્યા છે, જેઓનો ઓશો સત્ય  પ્રકાશ ધ્યાન મંદિર સાથે છેલ્લા ૧૮ વર્ષથી અતુટ નાતો રહેલો, ઓશોએ ૧૯૭૪૦ માં ર૬ સપ્ટેમ્બર નારોજ મનાલી ખાતે સન્યાસ દેવાનું  પ્રારંભ કરેલ તે જગ્યા પર ર૦૦૫ નારોજ ર૬ સપ્ટેમ્બરે ઓશોના અંગત સચીવ રહી ચુકેલા માં યોગ નિલમના હાથે તેમની શિબિરમાં ઉત્તમભાઇએ તથા તેમની પત્ની તથા પૂત્રીએ સન્યાસ લીધેલ અને અનુક્રમે સ્વામિ જ્ઞાન નિર્વેદ (ઉત્તમભાઇ)માં ક્રિષ્ના ચેતના (હેમલતાબેન) તથા ધ્યાન અનુરાગ (સાગર)  અને બાદમાં ઓશો આશ્રમમાં ત્રણ મહીના રહી ઓશો, થેરેપી જેવી કે મીસ્ટીક રોઝ, નો માઇન્ડ બોર્ન અગેઇન, ફ્રૂરગોટન લેંગવેજ વગેરેનું  પ્રશીક્ષણ લઇ રાજકોટ આવી ઓશો સત્ય  પ્રકાશ ધ્યાન મંદિર પર ર૦૦૬ થી ર૦૧૫ દરમ્યાન દશ વર્ષ દરમ્યાન મીસ્ટીક રોજ ૩ વાર, નો-માઇન્ડ ૪ વાર, બોર્ન થેરાપી ૪ વાર, ફરગોટન લેંગવેજ ર વાર તેમના સાનીધ્યમાં કરાવી અનેક નવા મિત્રોને ઓશો સન્યાસી બનાવેલ તથા અનેક ધ્યાન શિબિરોનું સંચાલન કરેલ, શિબિર સંચાલકો :- ડો. સંગીતા દેવાણી (માં ધ્યાન લીલા) તથા ડો. રમેશભાઇ દેવાણી (સ્વામિ ધ્યાન અશોક)

 બંનને ઓશો સન્યાસીએ અનેક ઓશો ધ્યાન શિબિરોનું આયોજન તથા સંચાલન કરેલ છે, તેમના સાનિધ્યમાં અનેક નવા મિત્રોએ ઓશો સન્યાસ લીધેલ છે અને ઓશો સિવાઇની બીજી અનેક સમાજ સેવાના કાર્યો તથા સેવાકિય  પ્રવૃત્તિ તેઓશ્રી 'સેવા પ્રેમ -ગુરૂ પ્રસાદ' ના નેજા હેઠળ તેઓશ્રી તેમની ટીમ સાથે કરી રહયા છે, જેમકે રસ્તે રઝળતા, ભટકતા, નિરાધાર, નિઃસહાય, માનસીક અસ્થીર લોકોને ખવડાવવું, નવડાવવું, દાઢી-બાલ કરવા, કપડા બદલાવવા, જમાડવા અને જરૂર લાગે તો અને બિમાર હોય તો સારવાર કરવી તેમજ યોગ્ય અને જરૂરીયાતમંદ આવા લોકોને માટે આશ્રયની વ્યવસ્થા કરવી અને ત્યા સીફટ કરવા તેઓશ્રી છેલ્લા સાત વર્ષથી ઝુપડપટ્ટી વિસ્તારમાં ગરીબ બાળકોને જમાડવા અને એ લોકોને તેમનું ઘરની આસપાસ તેઓને શિક્ષા આપવાની વ્યવસ્થા કરવી, વગેરે અનેક સેવાકિય પ્રવૃત્તિ તેઓશ્રી તેમની ટીમ સાથે વર્ક કરી રહયા છે. શિબિર આયોજક સ્વામિ સત્ય પ્રકાશ ઓશો સાથે છેલ્લા પ૪ વર્ષોથી જોડાયેલા છે, ૧૯૬૭ માં ઓશો રાજકોટ આવેલા ત્યારે તેઓને રૂબરૂ મળેલા, ત્યારબાદ ૧૯૮૫ માં પુના ઓશો આશ્રમ દ્વારા સ્વામિ સત્ય પ્રકાશને ઓશો કાર્ય માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરની માન્યતા આપેલ, આ રીતે છેલ્લા ૩૬ વર્ષોથી અનેક ઓશો ધ્યાન શિબિરો ૧ દિવસથી ર૧ દિવસીય શિબિરોનું આયોજન - સંચાલન કરેલ છે, અનેક સાહિત્ય પ્રદર્શનો ૩ દિવસથી લઇને ૮ મહિના સુધીના સળંગ આયોજન કરેલ છે. સ્વામિ સત્ય પ્રકાશના સાનિધ્યમાં અત્યાર સુધીમાં પર૩૦ લોકોએ સન્યાસ લીધેલ છે, ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે ઓશો ખુદ સન્યાસ આપે છે. વિશ્વનું એક જ ઓશો ધ્યાન મંદિર એવું છે જ્યાં આવીને ગમે ત્યારે - અડધી રાત્રે પણ સન્યાસ લઇ શકાય છે.

ઉપરોકત એક દિવસીય નિઃશૂલ્ક 'ઓશો અભિનવ સન્યાસ' શિબિરમાં સહભાગી થવા માટે નામ નોંધણી સાથે આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. કોરોના વેકસીન લીધેલ હશે તેઓને જ પ્રવેશ આપવામાં આવશે. 

  શિબિર સ્થળ :- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪-વૈદવાડી, ડી માર્ટની પાછળની શેરી, રાજકોટ, વિશેષ માહિતી તથા  એસએમએસ દ્વારા નામ નોંધણી કરાવવા માટે સ્વામી સત્યપ્રકાશ મો.૯૪૨૭૨ ૫૪૨૭૬, ડો. રમેશભાઇ દેવાણી મો.૯૪૨૬૯ ૯૪૧૫૯ (વોટસએપ), સંજીવ રાઠોડ ૯૮૨૪૮ ૮૬૦૭૦ (વોટસએપ) 

(3:03 pm IST)