Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પ્રદર્શની કાર્યક્રમની મુલાકાત લેતા રૂપાલાજી

ભાજપની ટીમને અભિનંદન પાઠવ્યાઃ રાજકોટઃ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ ભાજપ દ્વારા નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિવસ અંતર્ગત સેવા અને સમર્પણ હેઠળ વિવિધ સેવાકીય કાર્યો અંતર્ગત ચૌધરી હાઇસ્કુલ સામે મોહનભાઇ હોલ ખાતે નરેન્દ્રભાઇ મોદીજીનું વ્યકિતત્વ અને કતૃત્વ ઉજાગર કરતી પ્રદર્શની યોજવામાં આવેલ. મોહનભાઇ હોલ ખાતે કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ હોલ કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલાએ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું કુશળ વ્યકિતત્વને ઉજાગર કરતી પ્રદર્શનની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પ્રદર્શનીના આયોજન બદલ કમલેશ મીરાણી અને ટીમ શહેર ભાજપને અભિનંદન પાઠવ્યા હતા. આ તકે સાંસદ રામભાઇ મોકરીયા, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, નિતિન ભુત, પૃથ્વીરાજસિંહ વાળા, દશરથભાઇ વાળા, પ્રવિણભાઇ ડોડીયા સહિતના ઉપસ્થિત રહયા હતા. 

(3:02 pm IST)