Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

યુનિવર્સિટી-મુંજકાથી ઇશ્વરીયા રોડ યુધ્ધના ધોરણે તૈયાર કરાયો..

રોડ રસ્તા સાથે લાઇટો પણ ચાલુ થતા મુ઼જકા, ઇશ્વરીયા, ખંભાળા-ઢોકળીયા ગામના લોકોને રાહત થઇ.. રાહદારીઓ-લોકોમાં ખુશીની લાગણી

રાજકોટ,તા.૨૧: રાજકોટ જીલ્લા સહીતના ગામમો દુકાળ જેવી પરીસ્થિતિ હતી તેવા સમયે ગત અઠવાડીયામાં રાજકોટ જીલ્લામાં તેમજ લોધીકા તેમજ પડધરી તાલુકામાં પુષ્કળ વરસાદ પડેલ અને તેમાં રોડ– રસ્તાનું ખુબ જ ધોવાણ થયેલ અને લાઈટના થાંભલાઓ પડી ગયેલ અને અંધારપટ છવાય ગયેલ અને બન્ને તાલુકાના ગામડાઓ રાજકોટ શહેરથી વિખુટા પડી ગયેલ હોય તેવી પરીસ્થિતિ ઉભી થયેલ તેવા સમયે ઈશ્વરીયા ગામના યુવા સરપંચથી રોહીત ચાવડાની આગવી સુઝ– બુઝને કારણે રોડ, રસ્તા તથા જીઈબી સહીતના અધિકારીઓ સાથે તાલમેલ મીલાવીને યુઘ્ધના ધોરણે કામગીરી કરાવેલ છે.

રાજકોટ જીલ્લાનું પડધરી તાલુકાનું ઈશ્વરીયા ગામ રાજકોટ શહેરને અડીને આવેલ અને વિકાસશીલ ગામ છે અને તેનો રોજબરોજની ખરીદી રાજકોટ શહેરમાંથી જ થાય છે અને વર્ષોથી તેવોને રાજકોટ શહેર આવવું હોય તો તેને જામનગર રોડ થઈને અથવા કાલાવાડ રોડ ફરીને આવવું પડતું હતું પરતું સરપંચ સહીતના ગ્રામજનોની રજુઆતોને ઘ્યાને લઈને ગુજરાત સરકારશ્રી દ્વારા રુડાના ગામડાઓને રાજકોટ શહેર સાથે જોડવા માટે જુદા – જદુા એપ્રોચ રોડ બનાવેલ અને તેમાં રાજકોટ શહેરને ઈશ્વરીયા સાથે જોડવા માટે યુર્નીવસીટી અને મુંઝકા થઈને સીધા જ ઈશ્વરીયા ગામ પહોંચે તેવો રસ્તો બનાવેલ, નદી ઉપર પુલ બનાવેલ અને ઈશ્વરીયા ગામ લોકોનો રાજકોટ શહેરને જોડતો ૧૦૦ ગાઉનો ફેરો સાવ ટુંકો કરી નાખેલ.

છેલ્લા અઠવાડિયામાં ભારે વરસાદને કારણે અને ન્યારી ડેમમાંથી પુષ્કર પ્રમાણમાં પાણી છોડાતા, ઈશ્વરીયા ગામની સાઈડમાં આવેલ ન્યારી નદીથી યુનિવર્સિટીથી મુંજકા થઈ ઈશ્વરીયા ગામની સાઈડમાં આવેલ ન્યારી નદીથી યુનિવર્સિટીથી મુંજકા થઈ ઈશ્વરીયા ગામ જવાના રસ્તાની સાથે સાથે ધોવાઈ ગયેલ , મોટો પુલ તો બન્ને બાજુથી ધોવાણ થઈ ગયેલ તેથી વાહન વ્યવહાર બંધ થઈ ગયેલ, ઈશ્વરીયા ગામના યુવા સરપંચ અને તેમની ટીમએ રાતોરાત સરકારી કચેરીઓ, જિલ્લા પંચાયત સહીત સાથે સંપર્ક કરીને યુઘ્ધના ધોરણે કામ ચાલુ કરી દીધેલ અને ધણા ટ્રકો માટી રેતી, કપસી ભરી પુલ રીપેર કરી રસ્તો ચાલુ કરી દીધેલ છે,ગામના સુત્રોના જણાવ્યા મુજબ જી.ઈ.બી સાથે સરપંચ શ્રી રોહીતભાઈ ચાવડાના સંબંધ અને સંપર્કના કારણે રાતોરાત લાઈટ ચાલુ કરાવી દીધેલ અને આજુબાજુના ગામો અને પડધરી – લોધીકા તાલુકામાં સૈાપ્રથમ ઈશ્વરીયા ગામમાં લાઈટ ચાલુ થયેલ અને રોડ રસ્તા, લાઈટ ચાલુ થઈ જતાં ગ્રામજનોને ખુબ જ રાહત થયેલ અને ઈશ્વરીયા ગામની સાથે સાથે ઢોકળીયા અને ખંભાળા ગામમાં પણ લાઈટ વિગેરે ચાલુ કરવામાં આવેલ છે તે બદલ ઈશ્વરીયા, ઢોકળીયા ત્થા ખંભાળા ગ્રામ પંચાયતે પીજીવીસીએલ ના અધિકારીઓનો ખુબ આભાર માનેલ છે.

સાથે સાથે સરપંચ શ્રી ચાવડા ઘ્વારા ઈશ્વરીયા ગામના ખેડુતોને જે નુકશાન થયેલ છે તે સરકારી અધિકારીઓ સાથે સંપર્ક કરીને તાત્કાલીક ખેડુતોને સહાય મળે તેવું પણ પ્લાન કરી રહયા છે અને ખેડુતોને કોઈ અન્યાય થવો ન જોઈએ તેવી રજુઆતોનો દોર ચલાવેલ છે.

આ તમામ કામગીરી બદલ ઈશ્વરીયા ગામના લોકોએ સરપંચશ્રી રોહીતભાઈ ચાવડા તથા તેની ટીમ તથા સરકારી અધિકારીઓનો ખુબ આભાર માનેલ છે. 

(2:54 pm IST)