Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

શ્રાઘ્ધનું શાસ્ત્રોકત મહાત્મ્ય તથા શ્રાઘ્ધમાં પિતૃઓની તૃપ્તિ - મુકિતના ઉપાયો

 ભારતીય સંસ્કૃતિમાં શ્રાઘ્ધનું અનેરૂ મહત્વ છે. શ્રાધ્ધ માટે શાસ્ત્રોની આજ્ઞા જાણવી જરૂરી છે. કારણ કે, શ્રી ભગવાને કોઈપણ ધર્મ કાર્ય માટે શાસ્ત્રની આજ્ઞાનું મહત્વ ભગવદ્ ગીતા અધ્યાય : ૧૬, શ્લોક : ૨૩ અને શ્લોક ૨૪ માં કહ્યું છે.

 અહીં શ્રાધ્ધ વિશેની માહિતી સ્કંદ મહાપુરાણ - નાગર ખંડ - અધ્યાય - ૨૧૫, ૨૧૮, ૨૧૭, ૨૧૮, ૨૧૯ માંથી લેવામાં આવી છે.

 ઉપરોકત શ્લોકમાંથી શ્રાધ્ધ વિશેની સાવ થોડી માહિતી અમારી અલ્પ સમજણ મુજબ ભગવદ્ ભકતો તેમજ શ્રધ્ધાળુઓને ઉપયોગી થાય ફકત તે હેતુથી જ અહીં આપી છે. જેના વકતા - સૂતજી મહારાજ, શ્રી બ્રહ્મા, ભર્તુયજ્ઞ... તથા શ્રોતા - રોહિતાશ્વ રાજા, ઋષિઓ, માકંડેય, દેવ-પિતૃઓ, મનૃષ્ય પિતૃઓ, આનતધિપતિ...

 શ્રાઘ્ઘ માટેનો સમય કાળ :- જે પિતૃઓને વ્હાલી તિથીઓ છે તે કાળમાં નિયમ મુજબ કરેલું શ્રાઘ્ધ અક્ષય ફળ આપે છે. આસો સદ નોમ, કાર્તિકની સુદ નોમ, ફાગણની અમાસ, વૈશાખ સુદ ત્રીજ, મકરસંક્રાંતિ, કર્ક સંક્રાંતિ, શ્રાવણ વદ આઠમ, વિષવનો કાળ, અન્ય અષાઢની પૂર્ણિમા, સૂર્ય સંક્રાંતિનો કાળ, કાર્તિક-ફાગણ-ચૈત્ર-જેઠની પૂર્ણિમાં, સૂર્ય ગ્રહણ વ્યતિપાત

 આ તિથીએ તલ, દર્ભથી યુકત જળ પણ પિતૃઓને અક્ષય બને છે. આ સમય સ્નાાન, દાન,  જળ શ્રાધ્ધ વગેરેમાં મહાન ફલ આપનારો સમય છે. જયારે સૂર્ય કન્યા રાશિનો થાય છે ત્યારે પિતૃઓ તેમના વંશ પાસેથી શ્રાધ્ધની ઈચ્છા રાખે છે.

 અપમૃત્યુ પામેલા માટે શ્રાઘ્ઘની તિથી :- શસ્ત્રથી મૃત્યુ પામેલા, અપમૃત્યુ, અકસ્માત, વિષ વડે, અગ્નિમાં, જળમાં ડુબીને, સર્પદંશથી, શિંગડાએ પરોવીને મૃત્યુ પામેલા, ગળે ફાંસો ખાઈને મૃત્યુ થયેલા, આ બધાનું ચૌદશ ઉપર એકોદૂષ્ટિ શ્રાધ્ધ કરવં તેથી તેમને તૃપ્તિ મળે.

અમાસે કરાયેલા શ્રાધ્ઘનું વિશેષ મહત્વ :- સૂર્યના હજારો કિરણોમાં અમા નામનું કિરણ શ્રેષ્ઠ છે. ચંદૂ તે દિવસે તે કિરણમાં વસે છે તેથી તે દિવસ અમાવસ્યા તિથી કહેવામાં આવે છે. તે દિવસે શાસ્ત્રની વિધી મુજબ શ્રાધ્ધ કરનાર મનૃષ્યો સખી થાય છે. તેમ બ્રહ્માજીનું વચન છે.

 જેવી રીતે ઠંડીથી પીડાયેલા લોકો અગ્નિની, રજાઈની ઈચ્છા રાખે છે તેવી રીતે ક્ષુધાથી પીડાયેલા પિતૃઓ અમાસે (શ્રાધ્ધ મેળવવાની) ઈચ્છા રાખેલ છે.

 જેમ ગરીબ મનૃષ્ય ધનની ઈચ્છા કરે છે, ખેડૂતો અનાજની વૃધ્ધિ માટે વર્ષાની ઈચ્છા કરે છે તેમ પિતૃઓ અમાસના શ્રાઘ્ધને ઈચ્છે છે.

 અમાસ પર જળ થી તથા શાક વગેરે અન્નદાનથી પણ પિતૃઓ તૃપ્ત થાય છે. અમાસ પર શ્રાધ્ધ કરનારને મહાન ફળ પ્રાપ્ત થાય છે.

શ્રાઘ્ઘમાં દક્ષિણાનું અનન્ય મહત્વઃ- જો શ્રાધ્ધ (અજાણતાથી) મંત્રહીન, કાળ વગરનું વિધીહીન થયું હોય તો દક્ષિણા અપાતા તે સંપૂર્ણ બને છે. માટે શ્રાધ્ધની પરિપૂર્ણતા માટે પિતૃઓની તૃપ્તિ તથા શાસ્ત્રની આજ્ઞાનાપાલન માટે દક્ષિણા સહિત જ શ્રાધ્ધ કરવું. જો શકિત હોય તો પિતૃઓને ઉદેશી ચાંદીની દક્ષિણા આપવી.

શ્રાધ્ધ માટેનું અન્ન :- શ્રાધ્ધ માટે ઘઉં, ડાંગર, જવ, દાળ, મગ, સામો, મધ, દુધપાક કે ખીર, ઘીનું અન્ન આપવું. ચાંદીના વાસણોમાં જ બ્રાહ્મણોને જમાડવાથી પિતૃઓને અક્ષય તૃપ્તિ થાય છે. ચાંદીના અભાવમાં ચાંદીના વાસણોનું ફકત નામ લેવાથી પણ પિતૃઓ સંતૃષ્ટ થાય છે. શ્રાધ્ધમાં મધ પણ આપવું. જો મધનું એક ટીપું પણ ન હોય તો મધનું ફકત નામ લેવાથી પણ પિતૃઓને તૃપ્તિ મળે છે. ગાયના દૂધ તથા ગાયનું ઘી શ્રાઘ્ધમાં પિતૃઓને આપવાથી તેમની તૃપ્તિ થાય છે. શ્રાધ્ધમાં શ્રધ્ધા જ મૂળ છે. તેથી તે શ્રાધ્ધ કહેવાય છે. માટે શ્રધ્ધાપૂર્વક કરાયેલું શ્રાધ્ધ વ્યર્થ જતું નથી. મનૃષ્યએ પોતાની શ્રધ્ધા તથા શકિત અનુસાર પિતૃઓને અનેક પ્રકારના અન્નો, જલ, નૈવેધ, વસ્ત્રો, પૃષ્પો, ગંધ, ધૂપો, દક્ષિણા વગેરે વડે તૃપ્ત કરવા પિતૃતર્પણ કરવં અને બ્રાહ્મણોને, જરૂરીયાતવાળા મનુષ્યોને અન્ન, જળ, વસ્ત્ર, સુવર્ણ, ચાંદી વગેરેના દાન આપવા.

શ્રાઘ્ઘમાં પિતૃઓને ઉદેશી ગીતા પાઠનું અદભૂત ફળ :- જે મનુષ્ય શ્રાધ્ધમાં પિતૃઓને ઉદેશી શ્રીમદ્ ભગવદ્ગીતાનો પાઠ કરે છે તેના પિતૃઓ સંતૃષ્ટ થાય છે અને નરકમાંથી (પિતૃઓ) સદગતિને પામે છે.

 ગીતાના પાઠથી પ્રસન્ન થયેલા, શ્રધ્ધાથી તૃપ્ત થયેલા પિતૃઓને પુત્રને આર્શીવાદ આપતા પિતૃલોકમાં જાય છે. (શ્રીમદ્ ગીતા મહાત્મ્ય અનુસંધાન શ્લોક - ૩૪, ૩૫ વરાહ પુરાણ)

કર્મ ફળ વિશે :- શ્રી કૃષ્ણ ભગવાને કર્મ અને તેના ફળ વિશે સ્પષ્ટ આજ્ઞા આપી છે કે કર્મમાં તારો (મનુષ્યનો) અધિકાર છે, ફળમાં કદી નથી. તું કર્મ ફળના હેતૃવાળો ન થા તેમજ કર્મ ન કરવામાં તારી (મનુષ્યની) આશકિત ન થાઓ. (શ્રીમદ્  ભગવદ્ ગીતા ૨:૪૭)

 તેથી શ્રાઘ્ધ કર્મ તથા કોઈ પણ ધર્મ-કર્મ કર્મકાંડ તથા શાસ્ત્રોકત વિધી વિશે શાસ્ત્રોમાં દર્શાવેલા ફળ વિશે અમારા તરફથી કોઈ ખાતરી આપવામાં આવતી નથી. મનૃષ્ય પોતાની શ્રધ્ધા અનુસાર ધર્મ-કર્મ કરે એ જ યોગ્ય છે.

 જે શ્રધ્ધા તથા શ્રધ્ધા ધમ-કરવા માટે શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહયું છે કે,

 હે ભરત ! મનુષ્યોની શ્રધ્ધા તેમના અંતઃકરણની શુધ્ધિ અનુસાર હોય છે. પ્રત્યેક મનુષ્ય શ્રધ્ધામય છે અને જેવી જેની શ્રધ્ધા હોય છે તેવા જ તે હોય છે. (ગીતા ૧૭:૩)

 હે અર્જુન ! અશ્રધ્ધાથી યજ્ઞ, દાન, તપ કે જે કંઈ (ધર્મ-કર્મ) કરવામાં આવે છે તે 'અસત' કહેવાય છે, તે આ લોકમાં કે પરલોકમાં કલ્યાણકારક થતુ નથી. (ગીતા ૧૭: ૨૮)  (૪૦.૨)

 સંકલન :

 શ્રી નિશીથભાઈ ઉપાધ્યાય

 સ્પીરીચ્યુઅલ કન્સલટન્ટ અને એસ્ટ્રોલોજર

મો. નં. ૭૮૭૪ર ૯૫૦૭૪

(1:09 pm IST)