Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

માટી કલા ક્ષેત્રમાં ત્રીજી પેઢી કાર્યરત

શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા થતી હોવાથી પૌરાણીક કથાના કારણે કુંભાર-પ્રજાપતિ સમાજ એક મહિનો કોઇ કામ કરતા નથી

તસ્વીરમાં માટીકલા સાથે સંકળાયેલા દિનેશભાઇ નળિયાપરા તથા તેના પૂત્ર અનેપૌત્ર તેમજ માટીકલા માટે બનાવવામાં આવતી માટીની થતી કામગીરી નીચેની તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ તા. ર૧ : રાજકોટમાં ગાંધીગ્રામ જીવંતીકાનગર શેરી નં.૩ બટુકમહારાજની ગૌશાળા પાસે દિનશભાઇ ગોકળભાઇ નળીયાપરાની ત્રીજી પેઢી આજે માટી કલાના ક્ષેત્રમાં કાર્યરત રહીને અવનવા વાસણો બનાવી રહ્યા છે.

દિનેશભાઇ નળીયાપરા અને તેમના પુત્ર તથા પૌત્ર પોતાના ઘરેજ ઇકો ફ્રેન્ડલી શિવલીંગની મૂર્તિઓ, ગણેશજી તથા દશામા સહિત મુર્તિઓનું નિર્માણ કરે છે આ મૂર્તિઓનુ વિસર્જન પણ ઘરે તુલસીના કુંડા અથવા બાગ બગીચાના કયારામાંં કરી શકાય છે. કારણ કે આ મૂર્તિઓમાં માટીનો જ ઉપયોગ કરવામાંં આવ્યો હોય છ.ે

દિનેશભાઇ ગોકળભાઇ નળિયાપરા ૩પ થી ૪૦ વર્ષથી માટીકલા સાથે રાજકોટમાં કાર્યરત છે આ અગાઉ તેઓ ગામડે પણ આ વ્યવસાય કરતા હતા. પેઢી-દર પેઢીથી તેઓ માટીકલા ક્ષેત્રે કાર્યરત છે.

આ અંગે દિનેશભાઇ ગોકળભાઇ નળીયાપરાએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનામાં શિવજીની પૂજા થતી હોવાથી એક મહિના માટે માટી કલાની કામગીરી બંધ રાખવામાં આવે છે.

જે અંગેની પૌરાણીક કથાની વાત કરતા દિનેશભાઇ નળિયાપરાએ કહ્યું કે કુંભાર દક્ષ પ્રજાપતિના વંસજ છે અને શિવજી દક્ષ પ્રજાપતિના જમાઇ છે. અને કુંભારને આપેલ  ધંધો જે શિવજીએ આપ્યો છ.ે તેમની જનોઇમાંથી દોરો, ભાંગ ઘુટતા જે ખરેલ આપેલ છ.ે ધોતીમાંથી પાટી અને એક ચકલાકડી આપેલ છે તે બધુજ શિવજીએ આપેલ છે. શ્રાવણ માસમાં શિવજીની પુજા થતી હોવાથી કુંભાર એક મહિનો કોઇ પણ જાતનું કામ કરતા નથી.

આજથી તારીખની  અંદર લગ્ન પ્રસંગમાં ચાક, વધાવવાનું મહત્વ તે ચાક શિવજીનું આપેલ ચક્ર છે જે શુભ  માનવામાં આવે છ.ે

લગ્ન પ્રસંગોમાં ચાક વધાવવાની વિધી મહત્વની હોય છે મહિલાઓ અનાજ, ગોળ સહિતની વસ્તુઓ લઇને લગ્ન પ્રસંગે ચાક વધાવવા જાય છ.ે જયા માટીકલા સાથે જોડાયેલ કુંભાર પરિવારને આ અનાજ સહિતની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.

માટીકલા તથા અન્ય વસ્તુઓ માટે દિનેશભાઇ નળિયાપરાનો (મો.૯૯૦૪૯  પ૮ર૭૩) ઉપર સંપર્ક કરવાથી જે વસ્તુઓ જોઇએ તે ઓર્ડર મુજબ આપવામાં આવશે.

: આલેખનઃ તસ્વીર

સેજલ બક્ષી

રાજકોટ

મો.૯૮ર૪૪ પ૭૮પ૯

(11:49 am IST)