Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

તારી ઉપર બહુ ખાર છે...કહી કિરીટ, સુરેશ અને તેના માતા પર જયેશ સહિતનો હુમલો

વિરપુર બસ સ્ટેશન પાસે બનાવઃ ત્રણેયને રાજકોટ સારવારમાં ખસેડાયા

રાજકોટ તા. ૨૧: વિરપુર જલારામ ખાતે બસ સ્ટેશન પાસે રહેતાં બે યુવાન અને તેના માતા પર પડોશીઓએ ધોકા-પાઇપથી હુમલો કરતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડ અને જયમીન પટેલે વિરપુર પોલીસને જાણ કરી હતી.

વિરપુર રહેતાં કિરીટ વજુભાઇ રાઠોડ (ઉ.૩૧), તેના ભાઇ સુરેશ (ઉ.૨૮) અને માતા મંજુબેન વજુભાઇ (ઉ.૬૫) પર પડોશીઓ જયેશ, હેમત, શૈલેષ, પ્રભાબેન, નિરૂબેન સહિતે ઝઘડો કરી ધોકા પાઇપથી હુમલો કરતાં ત્રણેયને વિરપુર સારવાર અપાવી રાજકોટ ખસેડાયા હતાં. કિરીટના કહેવા મુજબ પોતાને અગાઉ જયેશ સાથે મનદુઃખ થયું હતું. સાંજે પોતે ઘર પાસે ઉભો હતો ત્યારે જયેશે આવી 'મને તારી ઉપર બહુ ખાર છે' તેમ કહી ઝઘડો કરી ગાળો બોલતાં ના પાડતાં તેના સગા સાથે મળી હુમલો કર્યો હતો. જેમાં પોતાને બચાવવા ભાઇ અને માતા વચ્ચે પડતાં તેને પણ ઇજા થઇ હતી.

બાબરાના કરણુકીમાં પૂજાએ ઝેર પીધું: રાજકોટ ખસેડાઇ

બાબરાના કરણુકી ગામે રહેતી પૂજા બાલાભાઇ ગોહેલ (ઉ.વ.૨૦) અગમ્ય કારોણસર ઝેર પી જતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બાબરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પૂજા ત્રણ બહેન અને એક ભાઇમાં બીજી છે. તે બેભાન હોઇ કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. 

(11:48 am IST)