Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

દારૂના ગુનામાં સામેલ માધાપરના મહેશ ઉર્ફ લક્કીને પાસામાં ધકેલાયો

ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા અને સ્‍ટાફે બજવણી કરી

રાજકોટ તા. ૨૧: માધાપર ગામ આંબેડકરનગર-૧માં રહેતાં મહેશ ઉર્ફ લક્કી વિઠ્ઠલભાઇ પરમાર (ઉ.વ.૨૫)ને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસામાં ધકેલી દીધો છે.  મહેશ ઉર્ફ લક્કી દારૂના ગુનામાં સંડોવાયો હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્‍ત મુકવામાં આવતાં પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે મંજુર કરી હતી અને અમદાવાદ જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો. ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ આર. એસ. પટેલ, હેડકોન્‍સ. હીરાભાઇ રબારી, કોન્‍સ. બ્રિજરાજસિંહ ઝાલા, વનરાજભાઇ લાવડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, દિગ્‍વીજયસિંહ ગોહિલ, દિનેશભાઇ વહાણીયા, અમીનભાઇ, કિશોરભાઇ કનુભાઇ, શિવભદ્રસિંહ અને ભુમિકાબેન સોલંકીએ વોરન્‍ટ બજવણી કરી હતી.

(3:18 pm IST)
  • સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાત ઉપરથી આજે વાદળા વિખેરાવા લાગ્યા :ગઈકાલે વાદળાઓના ઝુંડ છવાયા હતા તો આજે સવારથી આછા વાદળા થવા લાગ્યા. રાજકોટમાં અત્યારે તડકા છાયાનું વાતાવરણ છે.( access_time 1:04 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે એક્ટીવ કેસમાં ઘટાડો : સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધતા એક્ટિવ કેસ ગઈકાલના 10 લાખની અંદર સરક્યા: નવા કેસ અને રિકવર વચ્ચે સતત વધતો ગેપ : રિકવરી રેઈટ 80 ટકાથી વધુ access_time 11:04 pm IST

  • કોરોનાના કહેર વચ્ચે નવા પોઝીટીવ કેસ કરતા સતત ત્રીજા દિવસે સ્વસ્થ થનારની સંખ્યા વધુ : રિકવરી રેઈટ 80 ટકા નજીક પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 82,559 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 54,80,779 થયો : 10.03,443 એક્ટીવ કેસ : વધુ 88,996 દર્દીઓ સાજા થતા કુલ 83,88,690 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 87,867 થયો access_time 12:02 am IST