Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

‘ચાલ આજ તો તને જોઇ જ લવ'...કહી મયલા ચોૈહાણનો વિધવા પર નિર્લજ્જ હુમલો

રમેશભાઇના ઘર પાસે ઉભો-ઉભો ગાળો બોલતો'તોઃ મહિલાએ ‘તારે જેની સાથે ડખ્‍ખો છે એ ચાંદલી ગ્‍યા છે, આવે ત્‍યારે ગાળો બોલજે' તેમ કહેતા ઉશ્‍કેરાયો

રાજકોટ તા. ૨૧: એંસી ફુટ રોડ પર આંબેડકરનગર વિસ્‍તારમાં પિતા સાથે રહેતી વિધવા મહિલાએ ઘર નજીક ગાળો બોલી રહેલા શખ્‍સને સમજાવતાં તેણી પર નિર્લજ્જ હુમલો કરી તેનો ડ્રેસ પકડી લઇ ‘ચાલ આવી જા આજ તો તને જોઇ જ લવ' કહી ગાળો ભાંડતાં થોરાળા પોલીસે આ મહિલાની ફરિયાદ પરથી મયલો જેન્‍તીભાઇ ચોૈહાણ સામે આઇપીસી ૩૫૪, ૫૦૪ મુજબ ગાળો દઇ નિર્લજ્જ હુમલો કરવા અંગે ગુનો નોંધ્‍યો છે.

મહિલાએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેણીના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતાં. પરંતુ લગ્નના એકાદ માસમાં જ પતિનું અવસાન થયું હતું. ત્‍યારથી તેણી ૮૦ ફુટ રોડ પર પિતા સાથે રહે છે. રવિવારે પોતે ઘરે હતી ત્‍યારે શેરીમાં દેકરો થતાં તે અને તેના માતા-પિતા બહાર જોવા જતાં મયલો ચોૈહાણ રમેશભાઇ પાતરના ઘર પાસે ઉભો-ઉભો હતો અને જેમફાવે તેમ ગાળો બોલતો હતો. જેથી તેને ‘ભાઇ તમે અહિ ગાળો ન બોલો, એ ઘરમાં કોઇ નથી બધા ચાંદલી ગયા છે, એ આવે ત્‍યારે ગાળો બોલજે' તેમ કહેતાં તે ઉશ્‍કેરાઇ ગયો હતો અને તેણીને ગાળો દઇ તારે જે કરવું હોય એ કરી લે...કહી ગળા પાસે ડ્રેસનો ભાગ પકડી લઇ નિર્લજ્જ હુમલો કરી ‘ચાલ આવી જા આજ તો તને જોઇ જ લવ' કહી ગાળો દેતાં તેણીને પિતા અને માતાએ છોડાવી હતી.  એ પછી મહિલા પોતાના ભાઇ સાથે થોરાળા પોલીસ સ્‍ટેશને પહોંચી હતી અને ફરિયાદ કરી હતી. હેડકોન્‍સ. જે. એસ. ગોવાણીએ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ કરી હતી.

(3:17 pm IST)
  • કોવિદ-19 ને કારણે બંધ કરાયેલી દેશની 14 લાખ જેટલી આંગણવાડી ફરીથી ચાલુ કરાવો : બાળકો માટે પોષણયુક્ત આહારની વ્યવસ્થા અટકી ગઈ છે : સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ : કોર્ટએ કેન્દ્ર તથા રાજ્ય સરકારો પાસે ખુલાસો માંગ્યો access_time 6:00 pm IST

  • કોરોનાના કહેર વચ્ચે નવા પોઝીટીવ કેસ કરતા સતત ત્રીજા દિવસે સ્વસ્થ થનારની સંખ્યા વધુ : રિકવરી રેઈટ 80 ટકા નજીક પહોંચ્યો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 82,559 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંક 54,80,779 થયો : 10.03,443 એક્ટીવ કેસ : વધુ 88,996 દર્દીઓ સાજા થતા કુલ 83,88,690 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 87,867 થયો access_time 12:02 am IST

  • નકસલ આતંક : દેશમાં સારા એવા પ્રમાણમાં ઘટી રહયો છે અને હવે દેશના માત્ર ૪૬ જીલ્લા પૂરતો સિમિત હોવાનું આજે સંસદમાં ગૃહ મંત્રાલયે જાહેર કરેલ. access_time 4:00 pm IST