Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ટેસ્ટથી કોરોના આવે એ વાત ભ્રામક : ડો. રાજેશ તૈલી

ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓઃ વહેલુ નિદાન થવાથી યોગ્ય સારવાર પુરી પાડી શકાયઃ 'ટેસ્ટ ઇઝ બેસ્ટ'ને અનુસરો : જાણીતા હાર્ટ સ્પેશિયાલિસ્ટ કહે છે-ટેસ્ટ કરાવવા નિર્ભિક બની આગળ આવો : કોરોના થવો એ શરમ કે લાંછન નથીઃ વહેલુ નિદાન ન કરાવતાં હાલત ગંભીર બની શકે

કોરોનાના સંક્રમણનો સમય સર્વત્ર પીક પર છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જાતે ટેસ્ટ કરાવી શ્નટેસ્ટ ઇસ બેસ્ટલૃગણાવી લોકોને ટેસ્ટ માટે નિર્ભીક બની આગળ આવવા અપીલ કરી રહ્યા છે. તેમ છતાં હજુ લોકો ટેસ્ટ કરાવતા ડરે છે. ટેસ્ટ ન કરાવવા માટે મુળમાં અનેક ભ્રામક માન્યતાઓ લોકોના મનમાં ઘર કરી ગઈ હોવાનું અને તે સત્યથી વેગળા હોવાનું રાજકોટના જાણીતાહાર્ટ સ્પેશિયલિસ્ટ ડો.રાજેશ તેલી જણાવે છે.

કોરોના અને એન્ટીજન ટેસ્ટ અંગે ભ્રામક માન્યતાઓ અને તેની સ્પષ્ટતા કરતા ડો. તેલી જણાવે છે કે, ટેસ્ટ કરાવીએને પોઝીટીવ આવશે તો તરત જ હોસ્પિટલમાં દાખલ કરી દેશે તેવુ લોકો માને છે. પરંતુ કોરોના પોઝીટીવ આવે તો તરત જ કોઈ જ ડોકટર હોસ્પીટલમાં દાખલ થવાની સલાહ નહિ આપે. જરૂરી પણ નથી. હાલના લક્ષણો, લોહીના રીપોર્ટ અને ઓકસીજનનું પ્રમાણ અને અન્ય પૂર્વ બીમારીઓને અનુલક્ષીને આગળ શું કરવું તેની સલાહ આપવામાં આવે છે.

ટેસ્ટથી કોરોના આવે તેવી ભ્રામક માન્યતાનું ખંડન કરતા તેઓ જણાવે છે કે સિવિલ કે અન્ય હોસ્પિટલમાં દાખલ થયેલા અનેક ગંભીર દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફરે છે. દર્દીઓના મૃત્યુ માટે સમયસર નિદાનનો અભાવ મુખ્યત્વે કારણભૂત હોવાનું જણાય છે. માટે સમયસર જો ટેસ્ટ કરાવી નિદાન અને યોગ્ય સારવાર કરવામાં આવે તો બિલકુલ સાજા થઈ જવાય છે. માટે હોસ્પીટલમાં જાય એટલે મોત એ માન્યતા ખોટી છે. આવી ભ્રામક વાતો ન ફેલાવવી જોઈએ.

કોરોનાપોઝીટીવઆવેતો૧૪દિવસઘરમાંજ રહેવું પડશે. જે પણ ખુબજ જરૂરી હોવાનું ડો. તેલી કહે છે. ૧૪ દિવસ ઘરે રહેવું આપણા જ હિતમાં છે. આરામ કરવાથી તબિયતમાં ઝડપથી સુધારો આવે છે. અન્ય લોકોના વાયરસના વધુ સંક્રમણની તીવ્રતાથી બચી શકાય છે. આપણો ચેપ અન્ય લોકોને લાગતા બચાવી શકાય છે.

પોઝીટીવનિદાનઆવતાઘરનાદરવાજેબોર્ડ લાગી જાય છે કોરોના પોઝીટીવનું જે પણ જરૂરી છે. કોરોના થવો એ કોઈ શરમ ની વાત નથી કે કોઈ લાંછન નથી. આજુબાજુના લોકો સતર્ક થાય માસ્ક પહેરે તે માટે બોર્ડ જરૂરી છે. બીજાની સાવચેતી માટે જરૂરી છે.

ખાસ કરીને યુવાલોકોને કોરોના થશે નહિ એટલે ટેસ્ટ કરાવતા નથી, જે વાત ખુબજ ગંભીર છે. યુવાનો કોરોના થાય તો પણ જલ્દીથી સાજા થઈ જાય છે પરંતુ તેઓ તેમના જ ઘર પરિવારના સ્વજનોને કોરોનાનો ચેપ લગાડી શકે છે જે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. માટે યુવાનોએ પણ ટેસ્ટીંગ કરાવવું જરૂરી છે. યુવાનોને લીધે તેમના વડીલોને ઘણું ગુમાવવું પડે છે.

એન્ટીજન ટેસ્ટ મોડો અથવા ન કરાવવાથી શું નુકશાન થાય છે ? તે પ્રશ્નના જવાબમાં ડો. રાજેશ કહે છે કે, સમયસર ટેસ્ટ ન કરાવવાથી વહેલી સારવારનો સમય ચાલ્યો જાય છે. જયારે પરિસ્થિતિ ગંભીર બની જાય ત્યારબાદ સારવાર કરવી અઘરી બની જાય છે. યોગ્ય સમયે ટેસ્ટ ન કરવાથી યોગ્ય સારવારથી વંચિત રહો છો.

યોગ્ય સમયે નિદાન આવે તો તેના પરિવારજનોને પણ લાભકારી રહેશે. તેમને પણ જરૂર હશે તેઓ સારવાર શરૂ કરી શકશે. કોરોનાનો ટેસ્ટ કરાવ્યા વગર ડોકટરની સલાહ વગર તાવ શરદી કે કફની દવા લેવાથી સાચી સારવાર નહિ મળે. અમુક જરૂરી દવા માત્ર ને માત્ર કોરોનાના દર્દીઓને જ આપવામાં આવે છે.

વહેલાનિદાનન કરાવે અને જયારે ગંભીર પરીસ્થિત આવશે ત્યારે હોસ્પિટલમાં દાખલ થવામાં પણ તકલીફ થશે. હોસ્પિટલ માં આઈ. સી. યુ. માં કદાચ જગ્યા પણ ન હોઈ શકે.

કોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ છે. વહેલું નિદાન યોગ્ય સારવાર પૂરી પાડી આપની મહામુલી જિંદગી બચાવી શકે છે. તો કોરોનાના ટેસ્ટથી પલાયન થયા વગર સહજતાથી તેનો સામનો કરી રાજયને કોરોના મુકત બનાવવામાં આગળ આવવું જોઈએ.

(2:56 pm IST)