Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કોંગ્રેસ ફરીયાદ સેલ દ્વારા વિવિધ વોર્ડમાં હોદેદારોની વરણીઃ આવકાર

રાજકોટ તા. ર૧: શહેર કોંગ્રેસ ફરીયાદ સેલ દ્વારા વોર્ડ નં. ૩ માં વોર્ડ પ્રમુખ તરીકે દિપેશભાઇ તથા ઉ. પ્રમુખ તરીકે હિરેન પારેખ તા. વોર્ડ નં. ૪ માં પ્રમુખ તરીકે દિલીપ ત્રિવેદી, ઉ. પ્રમુખ રાજુ દિવાન તથા વોર્ડ નં. ૧૪ માં પ્રમુખ તરીકે સીધ્‍ધાર્થ મહેતા, મંત્રી તરીકે રાણપરા પ્રિન્‍સ, ઉ. પ્રમુખ-રાણપરા દિવ્‍યેશભાઇ તથા વોર્ડ-૩ માં રવિ રાઠોડની નિમણુંક કરાઇ હતી.

આ નિમણુંક શહેરના કોંગ્રેસ આગેવાનો તથા પ્રદેશ આગેવાનો તથા કોર્પોરેટરો, એન.એસ.યુ.આઇ. યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસના કાર્યકરે આવકારેલ.  આ નિમણુંક સમયે શહેર ફરીયાદ સેલ ચેરમેન આશિષસિંહ વાઢેર ધમભા પરમાર, સંદિપ રાખસીયા, રાજુ માંડલીયા, મહેન્‍દ્રભાઇ શ્રીમાળી ઘનશ્‍યામ મકવાણા, જીજ્ઞેશભાઇ સભાડ, જીજ્ઞેશ વાગડીયા, ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:55 pm IST)
  • રાજકોટ શહેર અને જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક છે. ત્યારે છેલ્લાં 15 દિવસના આંકડાઓએ આરોગ્ય તંત્રને રાહત આપી છે. છેલ્લાં 15 દિવસ દરમિયાન રીકવરી રેટ 53 ટકાથી વધીને 76 ટકા પર પહોંચ્યો છે તેમ શ્રી ગુપ્તાએ જણાવ્યુ હતું. access_time 7:28 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધી : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 73,368 પોઝીટીવ કેસ સામે 99,924 દર્દીઓ સ્વસ્થ થયા : એક્ટિવ કેસ 10 લાખની નીચે સરક્યા:દેશમાં કોરોનાના કુલ કેસનો આંક 55,58 980 થયો: એક્ટીવ કેસ,9,76,654 થયા : 44,92,,574 લોકોએ કોરોનાને મ્હાત આપી :વધુ 1046 લોકોના મોત સાથે મૃત્યુઆંક 88,955 થયો access_time 1:05 am IST

  • બોલીવુડમાં હજુ કેટલી હત્યાઓ થશે ? : કેટલા યુવાનો ડ્રગ્સની લતનો ભોગ બનશે ? : કેટલી મહિલાઓની લાજ લુંટાશે ? : હાથમાં 3 પોસ્ટર સાથે ભાજપ સાંસદ અને ટી.વી.અભિનેત્રી રૂપા ગાંગુલી ( દ્રૌપદી ) ના મુંબઈ પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર પ્રહારો access_time 12:53 pm IST