Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ગુલાબનગરમાં પારકા ઝઘડામાં વચ્ચે પડતાં સાગર પર ધોકાવાળી

રાજકોટ તા. ૨૧: કોઠારીયા સોલવન્ટ માલધારી ફાટક પાસે ગુલાબનગરમાં રહેતાં અને છુટક મજૂરી કરતાં સાગર જયંતિભાઇ આરઠીયા (કોળી) (ઉ.વ.૨૨)ને રાત્રે ત્રણ અજાણ્યા ભૈયાએ ધોકાથી માર મારતાં માથુ ફુટી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.

પડોશમાં ભૈયા શખ્સો ઝઘડો કરી ગાળાગાળી કરતાં હોઇ સાગર તેને છોડાવવા જતાં તેના પર હુમલો થયાનું જણાવાયું હતું. પોલીસે તેની ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી.

(11:45 am IST)
  • ફાંસીવાદી સરકાર સામે સંસદથી સડક સુધી લડત આપીશ : કૃષિ બિલનો વિરોધ કરનાર 8 સાંસદો સસ્પેન્ડ થવા સામે મમતા બેનરજીનો આક્રોશ : લોકશાહીના નિયમોનું સરકાર ઉલ્લંઘન કરી રહી હોવાનો આક્ષેપ access_time 1:04 pm IST

  • સૌરાષ્ટ્ર - કચ્છ અને ગુજરાત ઉપરથી આજે વાદળા વિખેરાવા લાગ્યા :ગઈકાલે વાદળાઓના ઝુંડ છવાયા હતા તો આજે સવારથી આછા વાદળા થવા લાગ્યા. રાજકોટમાં અત્યારે તડકા છાયાનું વાતાવરણ છે.( access_time 1:04 pm IST

  • રાહુલ ગાંધી આકરા મીજાજમાં કહે છે કે મોદી સરકારે કૃષિ બીલ પસાર કરાવી ખેડૂતો વિરૂધ્ધ મોતનું ફરમાન કાઢયુ છે. લોકશાહી લજજીત બની છે જે કિસાન ધરતીમાંથી સોનુ ઉગાડે છે, મોદી સરકારનું ઘમંડ તેમની આંખોમાંથી લોહીના આંસુ વહાવે છે. access_time 11:31 am IST