Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

આર્થિક ભીંસથી કંટાળી કુતિયાણાના રોઘડામાં પ્રવિણ ઘરીયાનો આપઘાત

યુવાને ઝેરી દવા પી લેતાં રાજકોટમાં દમ તોડ્યોઃ બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું

રાજકોટ તા. ૨૧: કુતિયાણાના રોઘડા ગામે રહેતાં પ્રવિણભાઇ હમીરભાઇ ઘરીયા (ઉ.વ.૩૫) નામના આહિર યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

પ્રવિણભાઇએ ગઇકાલે બપોરે બે વાગ્યે ઘરે ઝેર પી લેતાં પ્રથમ ઉપલેટા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ આજે વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉપલેટા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર યુવાન બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. હાલમાં આર્થિક ભીંસ ઉદ્દભવી હોઇ તેના કારણે કંટાળીને આ પગલુ ભર્યાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવથી બે માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(11:43 am IST)
  • રાત્રે 11 વાગ્યે ભારે પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડ્યો : વીજળીના કડાકા ભડાકા :રસ્તાઓમાં પાણી ફરી વળ્યાં : રાત્રે અચાનક વાતાવરણમા પલટો access_time 11:16 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે એક્ટીવ કેસમાં ઘટાડો : સતત ચોથા દિવસે નવા કેસ કરતા રિકવર થનારની સંખ્યા વધતા એક્ટિવ કેસ ગઈકાલના 10 લાખની અંદર સરક્યા: નવા કેસ અને રિકવર વચ્ચે સતત વધતો ગેપ : રિકવરી રેઈટ 80 ટકાથી વધુ access_time 11:04 pm IST

  • ભારત અને ચીન આવતીકાલે સવારે 11 વાગ્યે, ચુશુલ-મોલ્ડોની ચીની બાજુમાં, છઠ્ઠા કોર્પ્સ કમાન્ડર કક્ષાનો સંવાદ યોજશે. મોસ્કોમાં બંને દેશોના વિદેશ મંત્રીઓની બેઠક બાદ આ પહેલી કોર્પ્સ કમાન્ડર બેઠક હશે. MEA ના જોઇન્ટ સેક્રેટરી પણ ઉપસ્થિત રહે તેવી સંભાવના છે. access_time 10:04 pm IST