Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

લાભુભાઇ ત્રિવેદી એન્જિનિયરીંગ કોલેજમાં નેશનલ સેમિનાર

રાજકોટ : શ્રી લાભુભાઇ ત્રિવેદી એન્જિનીયરીંગ કોલેજમાં સિવિલ ડિપાર્ટમેન્ટ દ્વારા બે દિવસીય નેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત ઉદ્ઘાટન પ્રસંગે જીટીયુ રાજકોટ ઝોનના આસિસ્ટન્ટ ડીન ડો. આર.જી. ધમસાનિયા, ગવર્નમેન્ટ એન્જિનીયરીંગ કોલેજના અપ્લાઇડ મેકેનિકસના હેડ ડો. જી.એન. ટાંક અને સિવિલ વિભાગના હેડ પ્રો. આશા જોશી દ્વારા દીપ પ્રાગટય કરી સેમિનારની માહીતી આપવામાં આવી. સૈમિનારના પ્રથમ દિવસે આવેલ ખ્યાતનામ વકતાઓ ડો. યુ.ડી. પટેલ, મારવાડી યુનિવર્સિટીમાંથી ડો. પંકજ પાઠક, વીવીપી કોલેજના ડો. વણજારા અને મોરબી એલ.ઇ. કોલેજના પ્રો. એન.જે.ભટ્ટ સસ્ટેનેબલ વોટર અને વેસ્ટ મેનેજમેન્ટ વિષય પર પોતાની આગવી શૈલીમાં માર્ગદર્શન આપ્યું. બીજા દિવસે સેવેજ ટ્રીટમેન્ટપ્લાન્ટ, રૈયા ની મુલાકાત લઇ પ્રેકટિકલ નોલેજ આપવામાં આવ્યું. રાજયભરની અલગ અલગ ડિગ્રી, ડિપ્લોમા  અને માસ્ટરકક્ષાની એંજિનીયરીંગ કોલેજ  તેમજ યુનિવર્સિટીમાંથી ૧૨૫ થી વધારે વિદ્યાર્થી તેમજ ફેકલ્ટીએ ભાગ લીધેલ. જીટીયુ દ્વારા સ્પોન્સર થયેલા નેશનલ સેમિનારના સફળ સંચાલન બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો. રામાણીએ સિવિલ વિભાગના હેડ પ્રો. પંચાલ, ટીમ મેનેજર કપિલાની ગાઇકવાડ અને હાર્દિક ગામઠા તેમજ દરેક સ્ટાફ અને  વિદ્યાર્થીઓને તેમની મહેનત બદલ ખાસ બિરદાવ્યા હતા. ભાગ લીધેલ તમામને સર્ટિફીકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

(3:56 pm IST)